Home> Entertainment
Advertisement
Prev
Next

સદી ફટકાર્યા બાદ અનુષ્કાનો ચાંદ બની પહોંચ્યો વિરાટ કોહલી

આ કપલે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર બે ફોટો શેર કર્યા હતા. જ્યાં, વિરાટ કોહલીએ ફોટ શેર કરી અનુષ્કા માટે લખ્યું કે મારું જીવન... મારી દુનિયા.

સદી ફટકાર્યા બાદ અનુષ્કાનો ચાંદ બની પહોંચ્યો વિરાટ કોહલી

નવી દિલ્હી: વેસ્ટ ઇન્ડિઝની સામે ત્રણ મેચમાં સતત સદી ફટકારનાર વિરાટ કોહલીએ શનિવારે બોલીવુડ એક્ટ્રેસ પત્ની અનુષ્કા શર્માની સાથે પોતાના પ્રથમ કડવા ચોથની ફોટો શર કર્યો છે. આ કપલની કડવા ચોથની તસવીરો લોકો અધીરતાથી રાહ જોઇ રહ્યાં હતા. વિરાટ અને અનિષ્કાની આ પ્રથમ કડવા ચોથ હતી, જેના કારેણે લોકમાં તેને લઇને ઘણો ક્રેઝ હતો. મેચ પૂરી થયા પછી વિરાટ કોહલીએ તેના ચાહકોને વધુ રાહ જોવી ન હતી.

fallbacks

કોહલીએ મેચની થોડીવાર પછી પોતાના ફેન્સ માટે અનુષ્કા શર્માની સાથે તેનો ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. પોતાની પ્રથમ કડવા ચોથની આ સ્પેશિયલ તસવીરોમાં આ કપલ ખુબ જ સુંદર દેખાઇ રહ્યું છે. આ તસવીરોમાં વિરાટ કોહલી બ્લેક કુર્તામાં જોવા મળી રહ્યો છે. ત્યારે અનુષ્કા શર્મા પીળા રંગની બોર્ડરવાળી સાડીમાં જોવા મળી રહી છે. આ કપલે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર બે ફોટો શેર કર્યા હતા. જ્યાં, વિરાટ કોહલીએ ફોટ શેર કરી અનુષ્કા માટે લખ્યું કે મારું જીવન... મારી દુનિયા.

ત્યારે અનુષ્કા શર્માએ વિરાટ માટે લખ્યું કે મારો ચંદ્ર, મારો સૂર્ય, મારો તારો, મારું બધું જ.

સ્પોર્ટના અન્ય સમાચાર વાંચાવ માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More