Home> Entertainment
Advertisement
Prev
Next

આવી રહી છે 'સડક 2'....ક્યારે? અને કોણ કરશે કામ? જાણવા કરો ક્લિક

આ ફિલ્મને મહેશ ભટ્ટના વિશેષ ફિલ્મ્સ બેનર હેઠળ બનાવવામાં આવશે

આવી રહી છે 'સડક 2'....ક્યારે? અને કોણ કરશે કામ? જાણવા કરો ક્લિક

મુંબઇ : 1991માં રિલીઝ થયેલી સંજય દત્ત અને પૂજા ભટ્ટ સ્ટારર ફિલ્મ ‘સડક'ની હવે સીક્વલ બનવા જઈ રહી છે. આ ફિલ્મની રિલીઝ ડેટ મેકર્સ દ્વારા ફાઇનલ કરવામાં આવી છે. જોકે, આ ફિલ્મની સ્ટારકાસ્ટ બાબતે ઓફિશિયલી કશું જણાવવામાં આવ્યું નથી. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વીટ કર્યું હતું કે, ‘‘સડક 2' આવતા વર્ષે 15મી નવેમ્બરે રિલીઝ થશે. લીડ કાસ્ટ અને અન્ય વિગતોની ટૂંક સમયમાં જ જાહેરાત કરવામાં આવશે.

fallbacks

મુકેશ ભટ્ટ દ્વારા એને પ્રોડ્યૂસ કરવામાં આવશે. વિશેષ ફિલ્મ્સ સાથે મહેશ ભટ્ટ આ ફિલ્મને પ્રેઝન્ટ કરશે. આ ફિલ્મમાં રણબીર અને આલિયાની જોડી જોવા મળશે એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. આ જોડી આગામી ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર'માં પણ જોવા મળશે.

મળતી માહિતી પ્રમાણે 'સડક 2'માં મૂળ ફિલ્મના કલાકાર સંજય દત્તનો પણ ખાસ રોલ હશે.  મળતી માહિતી મુજબ બોલિવૂડ અભિનેત્રી અને ફિલ્મ સર્જક પૂજા ભટ્ટે તાજેતરમાં પોતાની વિશેષ ફિલ્મ્સની ઓફિસે 'સડક ટુ'ની સ્ક્રીપ્ટ વિશે ચર્ચા કરવા એક બેઠક રાખી હતી. 1980ના દાયકામાં બનેલી હિટ ફિલ્મ 'સડક'નું ડિરેકશન સિનિયર ફિલ્મ સર્જક મહેશ ભટ્ટે કર્યુ હતું. જેમાં પૂજા ભટ્ટ અને સંજય દત્ત ચમક્યા હતાં. તાજેતરમાં પૂજાને એની સિક્વલ બનાવવાની ઇચ્છા જાગી એેટલે તેણે પોતાના પિતા સાથે વાત કરી હતી. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More