મુંબઈઃ Urfi Javed: ઉર્ફી જાવેદ (Urfi Javed)ઘણીવાર એવા કપડા પહેરીને આવી છે કે તેના કપડાનું વર્ણન કરવું મુશ્કેલ થઈ જાય છે. આવું કંઈક ફરી જોવા મળ્યું છે. ઉર્ફી હાલમાં મુંબઈના બાંદ્રામાં એક રેસ્ટોરન્ટની બહાર જોવા મળી હતી. અભિનેત્રી જ્યારે કેમેરાની સામે આવી તો તેના લુકને જોઈને ફેન્સનું માથુ ફરી ગયું. હંમેશાની જેમ આ વખતે પણ ઉર્ફી માત્ર નામના કપડા પહેરીને જોવા મળી હતી. ઉર્ફી આ કપડાની સાથે પૈપરાજીને પોઝ આપી રહી હતી. ત્યારે અચાનક એક યુવતીએ ઉર્ફીને કોપ પહેરાવવાનો પ્રયાસ કર્યો. ઉર્ફી આ યુવતીની હરકત પર ગુસ્સે થઈ ગઈ હતી. ત્યારબાદ જે થયું તે વીડિયોમાં કેદ થઈ ગયું છે.
આઈસક્રીમના કોન સ્ટાઇલની પહેરી બ્રા
આ વીડિયોમાં તમે જોશો કે ઉર્ફી જાવેદે (Urfi Javed)એવી બ્રા પહેરી છે જેને જોઈને તમને આઇસક્રીમના કોનની યાદ આવી જશે. પરંતુ આ કોન ક્રોશિયાથી બનેલો છે જેનાથી અભિનેત્રીએ બ્રેસ્ટને કવર કર્યાં છે. આ સાથે ઉર્ફીએ બ્લેક વેલવેટનું લોગ સ્કર્ટ પહેર્યું હતું. પોતાના લુકને પૂરો કરવા માટે અભિનેત્રીએ વાળનો બન બનાવ્યો અને સટલ મેકઅપમાં જોવા મળી હતી.
શરીર ઢાંકવા કોટ લઈને પહોંચી યુવતી
આ વીડિયોમાં તમે જોશો કે ઉર્ફી જાવેદ રેસ્ટોરન્ટની બહાર ઉભીને પોઝ આપી રહી છે અને પૈપરાજી સતત અભિનેત્રીના ફોટો ક્લિક કરી રહ્યાં છે. ત્યારે ઉર્ફીના ઉઘાડા શરીરને જોઈને એક મહિલા હાથમાં કોટ લઈને પહોંચે છે અને ઉર્ફીને પહેરાવવાનો પ્રયાસ કરે છે. આ યુવતી ઉર્ફીને પાસે આવી તો અભિનેત્રીએ તેને રોકી. ઉર્ફી આ યુવતી સામે ગુસ્સાથી જોવા લાગી હતી. ત્યારબાદ ઉર્ફી રેસ્ટરન્ટની અંદર જતી રહે છે. આ વીડિયોને જોઈને લાગી રહ્યું છે કે ઉર્ફીને કોટ પહેરાવવા પહોંચેલી યુવતી કોઈ અન્ય નહીં પરંતુ તેની સ્ટાફ મેમ્બર છે.
આ પણ વાંચોઃ 35 વર્ષની ઉંમરે 10 વખત દુલ્હન બની છે આ અભિનેત્રી, લગ્નના પહેલાં જ તૂટી ગઈ સગાઈ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે