Dunki Teaser: બોલીવુડના કિંગ ખાન એટલે કે શાહરુખ ખાનના 58 માં જન્મદિવસ પર તેમની નવી ફિલ્મ ડંકી નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. શાહરૂખ ખાનની આગામી ફિલ્મ ડંકી ઈમોશન્સ સાથે કોમેડીનું પણ જબરદસ્ત મિક્ષ્ચર છે. ટીઝરની શરૂઆત માં ફિલ્મ સિરિયસ અને થ્રીલર ટાઇપની હોય તેવું લાગે છે પરંતુ ત્યાર પછી ફિલ્મમાં શાહરુખ ખાનનો અલગ જ અંદાજ જોવા મળે છે. ફિલ્મમાં શાહરુખ ખાન પોતાના ભાઈ જેવા મિત્રો સાથે પોતાનું લંડન જવાનું સપનું પૂરું કરતો જોવા મળે છે.
આ પણ વાંચો: KGF ફેમ અભિનેત્રીએ શેર કરી એવી બોલ્ડ તસવીરો કે જોનારની અટકી જાય નજર અને શ્વાસ
ડંકી ફિલ્મના આ ટીઝર વિડીયો ડ્રોપ 1 માં જોવા મળે છે કે એક બંજર જગ્યામાં કાળા કપડાં પહેરીને કેટલાક લોકો ચાલીને જઈ રહ્યા છે. જેમાં શાહરુખ ખાન પણ જોવા મળે છે ત્યાર પછી એક વ્યક્તિ દૂરથી બંદૂક વડે તેમના પર નિશાન સાથે છે ત્યાર પછી સીન બદલી જાય છે અને એક કોમેડી અને ડ્રામેટિક સ્ટોરી જોવા મળે છે. ફિલ્મ મેકર્સે શાહરુખ ખાનના જન્મદિવસ પર ડંકીનું આ પહેલું ટીઝર રિલીઝ કર્યું છે ટૂંક સમયમાં જ ફિલ્મનું બીજું ટીઝર એટલે કે ડ્રોપ ટુ પણ રિલીઝ કરવામાં આવશે.
આ પણ વાંચો: Riddhima Kapoor: રિદ્ધિમા કપૂર એક્ટિંગમાં કરશે ડેબ્યૂ, આ OTT પ્લેટફોર્મ પર આવશે શો
રિપોર્ટ અનુસાર શાહરુખ ખાનની આગામી ફિલ્મ ડંકી ઈમોશન્સ અને કોમેડીથી ભરપૂર ડ્રામા ફિલ્મ હશે. શાહરૂખ ખાનની ડંકી ફિલ્મ વિદેશમાં થતા ઇનલિગલ ઇમિગ્રેશન પર આધારિત છે. આ ફિલ્મનું ડાયરેક્શન રાજકુમાર હિરાણીએ કર્યું છે. શાહરુખ ખાન સાથે આ ફિલ્મમાં તાપસી પન્નુ, વિકી કૌશલ, બોમન ઈરાની મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ ડિસેમ્બર 2023 માં ક્રિસમસ પર રિલીઝ થવા જઈ રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે