Home> Entertainment
Advertisement
Prev
Next

એરપોર્ટ પર ભાગી રહેલા શાહરૂખ ખાનને સંભળાઈ ફેનની ચીસો...વચ્ચે અક્ષયનું નામ પણ આવ્યું!

શાહરુખ ખાન અને અક્ષય કુમાર વાળો આ કિસ્સો ભાગ્યે જ કોઈને ખબર હશે. જ્યારે શાહરૂખ ખાને પોતે આ વાત કરી ત્યારે સૌ કોઈ જાણીને ચોંકી ગયા કે બન્ને વચ્ચે આવું તે કેવું કનેકશન છે.

એરપોર્ટ પર ભાગી રહેલા શાહરૂખ ખાનને સંભળાઈ ફેનની ચીસો...વચ્ચે અક્ષયનું નામ પણ આવ્યું!

Shah Rukh Khan Akshay Kumar: બોલિવૂડ સ્ટાર્સના ચાહકો તેમની એક ઝલક જોવા માટે ખૂબ જ ઉત્સુક થઈ જાય છે. ચાહકો અને સેલેબ્સની મુલાકાતો ક્યારેક એટલી રસપ્રદ હોય છે કે સ્ટાર્સ ફેન્સ સાથેની તેમની મુલાકાતને યાદ કરે છે. આવી જ એક ઘટના શાહરૂખ ખાન સાથે બની હતી જ્યારે એક ચાહકે તેને અક્ષય કુમાર સમજી લીધો હતો અને કહ્યું હતું કે આઈ લવ યુ.

fallbacks

એરપોર્ટ પર થઈ હતી મુલાકાત-
વર્ષ 2016માં ટીવી શો યારોં કી બારાતમાં શાહરૂખ ખાને ફિલ્મ 'પરદેસ'ના શૂટિંગ દરમિયાનનો એક કિસ્સો સંભળાવ્યો હતો, જેને જાણીને બધા ચોંકી ગયા હતા. શાહરૂખ ખાનની પત્ની ગૌરીના સુવાવડ બાદ અભિનેતાએ ફિલ્મનું શૂટિંગ છોડીને ઈમરજન્સીમાં પોતાના ઘરે જવું પડ્યું હતું. અભિનેતા શક્ય તેટલી વહેલી તકે ઘરે પહોંચવા માટે એરપોર્ટ ગયો હતો.

શાહરૂખને સમજ્યો અક્ષય-
અભિનેતાએ કહ્યું કે તેને ટર્મિનલ બદલવા માટે રસ્તા પરથી પસાર થવું પડ્યું. ઉતાવળમાં શાહરૂખની બેગનું હેન્ડલ તૂટી ગયું અને તે ગભરાઈને એરપોર્ટ પર દોડવા લાગ્યો. ત્યારે જ કિંગ ખાનને પાછળથી એક મહિલાનો અવાજ સંભળાયો જે તેની પાસે ઓટોગ્રાફ માગી રહી હતી. અભિનેતાએ કહ્યું કે તે સ્થિતિમાં પણ જ્યારે તેણે મહિલાને ઓટોગ્રાફ આપ્યો ત્યારે ફેને કહ્યું કે તે તેની મોટી ફેન છે, અક્ષય આઈ લવ યુ.

શાહરૂખ ખાનનું રિએક્શન-
શાહરૂખ ખાને જણાવ્યું કે તે મહિલા અક્ષય કુમારની ફેન હતી અને તેને અક્ષય માનતી હતી. બોલિવૂડના કિંગ ખાનની પ્રતિક્રિયા જાણીને તમે પણ તેના ફેન બની જશો. શાહરૂખ ખાને તેને અક્ષયના નામે ઓટોગ્રાફ આપ્યો હતો જેથી મહિલાનું દિલ તૂટી ન જાય. અભિનેતાનો આવો સ્વભાવ તેને ખાસ બનાવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More