Home> Entertainment
Advertisement
Prev
Next

'બધાને 15 મિનિટની પ્રસિદ્ધિની જરૂર', ફિલ્મ પઠાણના વિવાદ વચ્ચે શાહરૂખનું ટ્વીટ

પઠાણ ફિલ્મના દેશભરમાં ચાલી રહેલા વિવાદ વચ્ચે શાહરૂખ ખાન શનિવારે ટ્વિટર પર આવ્યો હતો અને #AskSRK કર્યું. શાહરૂખ ખાને ફિલ્મ પઠાણથી લઈને રોનાલ્ડો અને મેસ્સી પર પણ જવાબ આપ્યો હતો. 

'બધાને 15 મિનિટની પ્રસિદ્ધિની જરૂર', ફિલ્મ પઠાણના વિવાદ વચ્ચે શાહરૂખનું ટ્વીટ

નવી દિલ્હીઃ શાહરૂખ ખાન સોશિયલ મીડિયા પર વધુ સક્રિય રહેતો નથી પરંતુ જ્યારે આવે છે તો તેમની દરેક પોસ્ટ વાયરલ થઈ જાય છે. તે ટ્વિટર પર ઘણીવાર #AskSRK સેશન કરે છે, જ્યાં ફેન્સને મળે છે અને તેના સવાલોના જવાબ આપે છે. પોતાના કમાલના સેન્સ ઓફ હ્યૂમરથી શાહરૂખ ટ્વિટર પર ફેન્સનું દિલ જીતી લે છે. એવા સમયમાં જ્યારે તેની આવનારી ફિલ્મ પઠાણનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, શનિવારે શાહરૂખ ટ્વિટર પર આવ્યો હતો. શાહરૂખે ફિલ્મથી લઈને રોનાલ્ડો અને મેસ્સી પર પણ જવાબ આપ્યો હતો. 

fallbacks

શાહરૂખે ટ્વિટર પર ફેન્સ સાથે કરી વાત
શાહરૂખ ખાને ટ્વીટ કરી કહ્યુ કે 15 મિનિટ છે તે ફેન્સના સવાલ લેશે. તેના પર એક યૂઝરે પૂછ્યુ- #AskSRK હંમેશા 15 મિનિટ માટે કેમ હોય છે? તો શાહરૂખે કહ્યું- કારણ કે બધાને 15 મિનિટની લોકપ્રિયતાની જરૂર હોય છે. ફેન્સ શાહરૂખના આ ટ્વીટને તેનો વિરોધ કરી રહેલા લોકોને જોડીને જોવા લાગ્યા. 

fallbacks

એક યૂઝરે પૂછ્યુ, 'મેસ્સીથી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો વધુ સારો કેમ છે? શાહરૂખ કહે છે- એક સલાહ આપુ છું સૌથી સારૂ ન શોધો, તેનાથી જે સારૂ હોય છે તે ખરાબ થઈ જાય છે. સલમાનની ફેવરિટ ફિલ્મ પૂછવા પર સલવાને જણાવ્યું, 'બજરંગી ભાઈજાન'.

fallbacks

એક યૂઝર પૂછે છે, તમારા ઘરમાં સૌથી તોફાની કોણ છે? તો કિંગ ખાન કહે છે, મને લાગે છે કે હું છું. એક ફેન પૂછે છે- પઠાણના પ્રથમ દિવસના પ્રીડિક્શન પર શું કહેવું છે તમારૂ? શાહરૂખે જવાબ આપ્યો- હું અનુમાન લગાવવાના બિઝનેસમાં નથી. હું મનોરંજન કરવાના બિઝનેસમાં છું, જેથી તમારા ચહેરા પર સ્માઇલ આવી શકે.

fallbacks

આગામી વર્ષે આવશે 3 ફિલ્મ
નોંધનીય છે કે પઠાણ 25 જાન્યુઆરી 2023ના સિનેમાઘરોમાં રિલીઝ થશે. શાહરૂખ ખાનની સાથે ફિલ્મમાં દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ છે. યશરાજ બેનરની આ ફિલ્મના ડાયરેક્ટર સિદ્ધાર્થ આનંદ છે. પઠાણ બાદ શાહરૂખની આગામી વર્ષે ડંકી અને જવાન ફિલ્મ આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More