મુંબઈઃ સુપર સ્ટાર શાહરૂખ ખાન (Shahrukh khan) લાંબા સમયથી સિલ્વર સ્ક્રીનથી દૂર છે પરંતુ તે પોતાના ફેન્સથી દૂર થયા નથી. શાહરૂખ જાણે છે કે ફેન્સ તેની તાકાત છે તેથી તે સોશિયલ મીડિયા દ્વારા હંમેશા પોતાના ફેન્સ સાથે જોડાયેલા રહે છે. જલદી તે ફિલ્મ પઠાણ દ્વારા વાપસી કરવાના છે અને આ વચ્ચે તેણે ટ્વિટર પર #AskSRK સેશન રાખ્યુ જેમાં તેણે ફેન્સને સવાલ પૂછવાની તક આપી હતી.
શાહરૂખ ખાન પોતાના ફેન્સ સાથે સીધો કનેક્ટ થયો અને લોકોને તેના અતરંગી સવાલોના જવાબ આપ્યા. શાહરૂખના ફેન્સે તેને દરેક પ્રકારના સવાલ કર્યા અને આ ક્રમમાં એક ફેને પૂછ્યુ, 'છોકરી પટાવવા માટે બે ટિપ્સ આપો.' શાહરૂખ ખાનને રોમાન્સના કિંગ કહેવામાં આવે છે. કહેવામાં આવે છે કે ઈન્ડસ્ટ્રીઝમાં તેના જેવા અંદાજમાં રોમેન્ટિક સીન્સ કોઈ શૂટ ન કરી શકે. અભિનેતાએ ફેનને જવાબ પણ આપ્યો.
Start with not using the word ‘Patana’ dor a girl. Try with more respect gentleness and respect. https://t.co/z1aJ0idK0t
— Shah Rukh Khan (@iamsrk) March 31, 2021
શાહરૂખ ખાને ફેનના ટ્વીટને રીટ્વીટ કરતા લખ્યુ, 'સૌથી પહેલા પ્રયાસ કરો કે તમે 'પટાવવી' શબ્દનો ઉપયોગ ન કરો. તમે વધુ શાલીન અને સન્માનની સાથે પ્રયાસ કરો. મહત્વનું છે કે શાહરૂખ ખાનની આગામી ફિલ્મને લઈને ફેન્સ ખુબ ઉત્સાહમાં છે. એક બાદ એક ઘણી ફિલ્મો બોક્સ ઓફિસ પર ફ્લોપ થયા બાદ ખને થોડા સમય માટે બ્રેક લીધો હતો.
આ પણ વાંચોઃ ગુજરાતના ફેમસ સિંગરે રસોઈ કરીને સાબિત કર્યું કે, પુરુષો પણ ઘરકામ કરી શકે છે
છેલ્લે ફિલ્મ ઝીરોમાં જોવા મળ્યા હતા
પરંતુ એક્ટર સિલ્વર સ્ક્રીન પર જોવા ન મળ્યા પરંતુ તે પડદાની પાછળ રહી પ્રોડક્શન અને બાકી કામ કરે છે. શાહરૂખ ખાન છેલ્લે ફિલ્મ ઝીરોમાં જોવા મળ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે