Jawan First Day Collection: શાહરુખ ખાનની ફિલ્મ જવાન એ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે. એ વાત તો કન્ફર્મ હતી કે આ ફિલ્મ પહેલા દિવસે બમ્પર કમાણી કરશે. પરંતુ પહેલા દિવસની કમાણી નો આંકડો કલ્પના કરતા પણ ઘણો વધારે હતો. ટ્રેન્ડ એનાલિસ્ટ તરણ આદર્શ અનુસાર શાહરુખ ખાનની ફિલ્મ જવાન એ પહેલાં દિવસે 30 કરોડથી વધારે ની કમાણી કરી છે. જેમાં pvr આઈનોક્સ માં 23 કરોડથી વધુ સીનેપોલીસમાં 5.90 કરોડથી વધારે ની કમાણી કરી છે. આ સિવાય મૂવી મેક્સમાં ફિલ્મની કમાણી 90 લાખે પહોંચી હતી.
આ પણ વાંચો:
શાહરૂખ ખાનનો ડબલ ડોઝ, ખતરનાક એક્શન અને મજબૂત સ્ટોરી, સિસ્ટમને ટાર્ગેટ કરે છે 'જવાન
24 સપ્ટેમ્બર પરિણીતી બનશે રાઘવની દુલ્હનિયા, ઉદયપુરમાં કરશે લગ્ન, 30 તારીખે રિસેપ્શન
Sukhee ફિલ્મમાં શિલ્પા શેટ્ટી બની બેશરમ, બેધડક અને બેપરવાહ, જુઓ Trailer
એક વેબસાઈટ અનુસાર જવાન ફિલ્મની પહેલા દિવસની કમાઈ 75 કરોડ રહી છે. હિન્દીમાં આ ફિલ્મે 65 કરોડનો બિઝનેસ કર્યો છે. જ્યારે તમિલ અને તેલુગુ ભાષામાં 5-5 કરોડની કમાણી થઈ છે. આ સાથે જ શાહરુખ ખાનની ફિલ્મ પઠાણનો પણ પહેલા દિવસની કમાણીનો રેકોર્ડ તૂટી ગયો છે. પઠાણ ફિલ્મની પહેલા દિવસની કમાણી 59 કરોડ રૂપિયા હતી.
શાહરુખ ખાનની ફિલ્મ જવાનને દર્શકો તરફથી સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. જવાની ફિલ્મ લોકોને પસંદ પડી રહી છે. ફિલ્મ રિલીઝ થયા પછી સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો અને વિડીયો પણ સામે આવ્યા છે જેમાં શાહરુખ ખાનના ફેન્સ તેના પોસ્ટરને દૂધથી નવડાવતા અને ફટાકડા ફોડતા જોવા મળે છે.
Wow have to take time out and thank each and every Fan Club and all of you who have gone so happily in the theatres and even outside. So overwhelmed will surely do the needful as soon as I get my breath back in a day or so. Uff!! Love u for loving #Jawan
— Shah Rukh Khan (@iamsrk) September 7, 2023
ફિલ્મ જવાનમાં શાહરુખ ખાન, નયનતારા અને વિજય સેતુપતિ મુખ્ય ભૂમિકામાં છે. સાથે જ આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ, સંજય દત્ત, સાનિયા મલ્હોત્રા, પ્રિયામણી સહિતના કલાકારો પણ જોવા મળે છે. ફિલ્મ જવાનને જે રિસ્પોન્સ મળી રહ્યો છે તેનાથી શાહરુખ ખાન પણ ખૂબ જ ખુશ છે. તેણે સોશિયલ મીડિયા પર જવાનને લઈને ફેન્સનો આભાર પણ માન્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે