Home> Entertainment
Advertisement
Prev
Next

શાહરૂખ ખાન જે રીતે મળ્યો ખાસ ચાહકને એ જોઈને આંખમાં આવી જશે ખુશીના આંસું

સુપરસ્ટાર શાહરૂખ ખાન હંમેશા તેની હરકતોથી ચાહકોનું દિલ જીતી લે છે

શાહરૂખ ખાન જે રીતે મળ્યો ખાસ ચાહકને એ જોઈને આંખમાં આવી જશે ખુશીના આંસું

નવી દિલ્હી : સુપરસ્ટાર શાહરૂખ ખાન હંમેશા તેની હરકતોથી ચાહકોનું દિલ જીતી લે છે. તેના ચાહકોની સંખ્યા ઘણી વધારે છે. હવે જ્યારે IPLની સિઝન ચાલી રહી છે ત્યારે શાહરૂખની ટીમ કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)ના ચાહકોનો ઉત્સાહ ચરમસીમા પર છે.

fallbacks

સલમાન અને કેટરિનાની 'ભારત' વિશે આવ્યા મોટા સમાચાર

હાલમાં યોજાયેલી KKRની ઓપનિંગ મેચ (ધ ઇડન ગાર્ડન્સ, 24 માર્ચ 2019)માં તેણે ટીમ હૈદરાબાદને છ વિકેટે હરાવી હતી. આ મેચમાં કિંગ ખાન અને જુહી ચાવલા દર્શકોની વચ્ચે બેસીને ટીમનો ઉત્સાહ વધારતા જોવા મળ્યા હતા. આ મેચ વખતે શાહરૂખ જ્યારે પેવેલિયનમાં દાખલ થયો હતો ત્યારે તેની મુલાકાત ખાસ ચાહક હર્ષુલ ગોએન્કા સાથે થઈ હતી. હર્ષુક શારીરિક રીતે અક્ષમ હતો અને શાહરૂખે તેની સાથે સારો એવો સમય પસાર કર્યો હતો. 

KKR ઓપનિંગ મેચ જીતી જતા શાહરૂખ ખાન ખુશ થયો હતો. હર્ષુલ KKRનો મોટો ચાહક છે અને ગયા વર્ષે પણ તે ટીમનો ઉત્સાહ વધારતો અને શાહરૂખ સાથે તસવીરો ક્લિક કરાવતો નજરે ચડ્યો હતો. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More