મુંબઈ : બોલિવૂડનો બાદશાહ શાહરૂખ ખાન પોતાની ફિલ્મો સિવાય બીજા અનેક કારણોસર ચર્ચામાં રહેતો હોય છે. શાહરૂખ પોતાની હાજરજવાબીથી બધાનું દિલ જીતી લે છે. તેનો આ અંદાજ જ અલગ છે. શાહરૂખની હાજરજવાબીએ બધાનું દિલ જીતી લીધું છે.
શાહરૂખ પોતના ચાહકોને બહુ પ્રેમ કરે છે અને તે અવારનવાર સોશિયલ મીડિયામાં ચાહકો સાથે જોડાય છે અને તેમના સવાલોના જવાબ આપે છે. હાલમાં શાહરૂખના એક ચાહકે ટ્વિટર પર લખ્યું છે કે તેણે એક સપનું જોયું છે જેમાં શાહરુખ ચોથી વાર પિતા બન્યો છે અને આ સપનું બહુ જ સુંદર હતું.
દેશમાં જલ્દી લોન્ચ થશે આ 'કાર', એક લીટરમાં 36ની માઇલેજ
શાહરૂખે બહુ મજેદાર સ્ટાઇલથી ચાહકના સવાલનો જવાબ આપ્યો. તેણે કહ્યું કે તો પછી અબરામના કપડાં સાચવીને રાખવા પડશે. જો તમારું સપનું સાચું પડી જાય તો કામ આવી શકે.
Been busy with work so haven’t had a chat with you all for the longest time. Let’s do an #AskSRK for a bit...
— Shah Rukh Khan (@iamsrk) June 6, 2018
શાહરૂખ પોતાના ચાહકો સાથે જોડાવા માટે #ASKSRK હેશટેગ ચલાવેછે જેની મદદથી તે ચાહક સાથે સીધા જોડાઈ જાય છે. શાહરૂખ હાલમાં અમેરિકામાં ફિલ્મ 'ઝીરો'ના શૂટિંગમાં વ્યસ્ત છે. ફિલ્મમાં શાહરૂખ સિવાય કેટરિના કૈફ અને અનુષ્કા શર્મા જોવા મળશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે