Home> Entertainment
Advertisement
Prev
Next

શાહરૂખ ખાન લાવી રહ્યો છે ખુદની ઓટીટી એપ SRK+, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત

કોરોના કાળ બાદ એન્ટરટેઈનમેન્ટની દુનિયામાં ઓટીટી પ્લેટફોર્મનો દબદબો વધી ગયો છે. આ વચ્ચે અભિનેતા શાહરૂખ ખાન પણ પોતાનું ઓટીટી પ્લેટફોર્મ લાવી રહ્યો છે. 
 

શાહરૂખ ખાન લાવી રહ્યો છે ખુદની ઓટીટી એપ SRK+, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત

નવી દિલ્હીઃ શાહરૂખ ખાન લાંબા સમયથી ફિલ્મોથી દૂર છે. પડદા પર અભિનેતાને જોવા માટે ફેન્સ આતુર છે. આ વચ્ચે શાહરૂખ ખાને એક મોટી ખુશખબર આપી છે. વર્તમાનમાં જ્યારે બોલીવુડના મોટા-મોટા સ્ટાર ઓટીટી પર કામ કરતા જોવા મળી રહ્યાં છે, ત્યારે કિંગ ખાને પોતાની સ્ટાઇલમાં ઓટીટી એપ લોન્ચની જાહેરાત કરી છે. મંગળવારે શાહરૂખ ખાને સોશિયલ મીડિયા પર એક પોસ્ટર શેર કર્યુ, જેના પર તેની તસવીર છે. તેના પર લખ્યુ છે 'SRK+ કમિંગ સૂન, શાહરૂખે કેપ્શનમાં લખ્યુ- કંઈક થવાનું છે, ઓટીટીની દુનિયામાં. પરંતુ એક્ટરે પોતાની પોસ્ટ પર ખાસ કરીને કંઈ લખ્યુ નહીં પરંતુ સલમાને શુભેચ્છા આપતા આ રાઝ પરથી પડદો ઉઠાવી લીધો છે. 

fallbacks

સલમાન ખાને આપી શુભેચ્છા
શાહરૂખની આ જાહેરાત બાદ સલમાન ખાને ટ્વિટર પર શુભેચ્છા આપતા લખ્યુ, 'આજની પાર્ટી તારા તરફથી શાહરૂખ. નવી ઓટીટી એપ SRK+ માટે શુભેચ્છા'

અનુરાગ કશ્યપનું ટ્વીટ
શાહરૂખ ખાનની સાથે ફિલ્મમેકર અનુરાગ કશ્યપે એક ઓટીટી એપ માટે સહયોગ કરી રહ્યા છે. તેણે લખ્યુ, 'સપનું સાકાર થયુ શાહરૂખ ખાનની સાથે પોતાની નવી ઓટીટી એપ, SRK+ પર સહયોગ કરતા. 

કરણ જોહરે કર્યુ ટ્વીટ
કરણ જોહરે શાહરૂખ ખાનને શુભેચ્છા આપતા કહ્યુ, વર્ષના સૌથી મોટા સમાચાર શાહરૂખ. ઓ ઓટીટીનો ચહેરો બદલવા જઈ રહ્યું છે. અતિ ઉત્સાહિત.

શાહરૂખ ખાન જલદી ઓટીટી એપ લોન્ચિંગની જાહેરાત કરશે. સૂત્રો અનુસાર SRK+ એપ ડિઝ્ની+હોટસ્ટારની સાથે કોલોબરેશનનો વિસ્તાર છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More