Home> Entertainment
Advertisement
Prev
Next

શાહરૂખના મન્નતમાં રૂમ ભાડે જોઇતો હોય તો ચૂકવવી પડશે આટલી કિંમત, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત

શાહરૂખ ખાન (Shah Rukh Khan)નું કેરિયર ભલે ડામાડોળ ચાલી રહ્યું હોય પરંતુ તેમછતાં તેમની તેમની ખ્યાતિમાં કોઇપણ પ્રકારનો ઘટાડો આવ્યો નથી. આજે પણ ફેન્સ શાહરૂખ ખાન (Shah Rukh Khan)ને એટલો જ પ્રેમ કરે છે જેટલો પહેલા કરતા હતા. એટલા માટે જ શાહરૂખ (Shah Rukh Khan)ને બોલીવુડના કહેવામાં આવે છે.

શાહરૂખના મન્નતમાં રૂમ ભાડે જોઇતો હોય તો ચૂકવવી પડશે આટલી કિંમત, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત

મુંબઇ: શાહરૂખ ખાન (Shah Rukh Khan)નું કેરિયર ભલે ડામાડોળ ચાલી રહ્યું હોય પરંતુ તેમછતાં તેમની તેમની ખ્યાતિમાં કોઇપણ પ્રકારનો ઘટાડો આવ્યો નથી. આજે પણ ફેન્સ શાહરૂખ ખાન (Shah Rukh Khan)ને એટલો જ પ્રેમ કરે છે જેટલો પહેલા કરતા હતા. એટલા માટે જ શાહરૂખ (Shah Rukh Khan)ને બોલીવુડના કહેવામાં આવે છે. શાહરૂખ ખાન (Shah Rukh Khan)ની ફેન ફોલોઇંગનો જોરદાર નજારો તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર જોવા મળ્યો. જેને જોયા બાદ શાહરૂખ ખાન (Shah Rukh Khan)એ એ વાતની જાહેરાત કરી કે તે પોતાના મન્નતમાં ફેન્સને ભાડે રૂમ આપવાના છે.

fallbacks

બસ આ રૂમ મેળવવા માટે ફેન્સને એક કિંમત ચૂકવવી પડશે. હવે તમે વિચારશો કે આખરે શાહરૂખ ખાન (Shah Rukh Khan)ને એવી શું જરૂર પડી ગઇ કે જેના લીધે તે પોતાનું ઘર જ ભાડે આપી રહ્યા છે. જોકે તાજેતરમાં જ ટ્વિટર પર #AskSRK ટ્રેન્ડ કરી રહ્યો હતો જેના અંતગર્ત ફેન્સ શાહરૂખ ખાન (Shah Rukh Khan)ને પ્રશ્ન પૂછી રહ્યા હતા કે કિંગ ખાન (Shah Rukh Khan) જવાબ આપી રહ્યા હતા. 

આ દરમિયાન એક ફેને શાહરૂખ ખાન (Shah Rukh Khan)ને પૂછી રહ્યા હતા, સર મન્નતમાં એક રૂમ મારે ભાડે જોઇએ છે. આ રૂમ મેળવવા માટે શું કિંમત ચૂકવવી પડશે. આ પ્રશ્નનો શાહરૂખ ખાને (Shah Rukh Khan) એવો જવાબ આપ્યો કે જેને સાંભળીને દરેક જણ કિંગખાનની પ્રશંસા કરતાં થાકતા નથી. 

શાહરૂખ ખાન (Shah Rukh Khan)એ જવાબમાં લખ્યું કે મન્નતમાં ભાડે રહેવા માટે તમારે ફક્ત 30 વર્ષની મહેનત ખર્ચ કરવી પડશે. આ પ્રશ્ન ઉપરાંત બીજા ઘણા પ્રશ્નોના જવાબ શાહરૂખ ખાને ખુશીથી આપ્યા હતા.

શાહરૂખ ખાન (Shah Rukh Khan)ના આ ટ્વિટને જોઇને કહેવું ખોટું નથી કે, આ સાદગીના લીધે કિંગ ખાન પોતાના ફેન્સના દિલો પર રાજ કરે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More