Home> Entertainment
Advertisement
Prev
Next

પત્ની ગૌરીએ શાહરૂખની એક સિક્રેટ આદતનો કર્યો ખુલાસો, કોઈને કાનોકાન નહોતી ખબર

શાહરૂખ ખાન (Shahrukh Khan) અને પત્ની ગૌરી ખાન (Gauri Khan)નો સમાવેશ બોલિવૂડના સૌથી વધારે દમદાર કપલ્સમાં થાય છે. તેઓ જ્યાં જાય છે ત્યાં બધાની નજર તેમની પર ચોંટી જાય છે.

પત્ની ગૌરીએ શાહરૂખની એક સિક્રેટ આદતનો કર્યો ખુલાસો, કોઈને કાનોકાન નહોતી ખબર

મુંબઈ : શાહરૂખ ખાન (Shahrukh Khan) અને પત્ની ગૌરી ખાન (Gauri Khan)નો સમાવેશ બોલિવૂડના સૌથી વધારે દમદાર કપલ્સમાં થાય છે. તેઓ જ્યાં જાય છે ત્યાં બધાની નજર તેમની પર ચોંટી જાય છે. હાલમાં ગૌરીએ જાહેરમાં શાહરૂખની એક આદતનો ખુલાસો કર્યો છે જેની તેના સિવાય કોઈને ખબર નથી. ગૌરીએ જણાવ્યું છે કે કોઈ ઇવેન્ટમાં જતા પહેલાં તૈયાર થવામાં શાહરૂખને પાંચ કલાક જેટલો સમય લાગે છે. 

fallbacks

ચુલબુલ પાંડેની આંધીમાં ઉડી BOX OFFICE, બે દિવસમાં કરી રેકોર્ડ કમાણી

ગૌરીએ જણાવ્યું છે કે ''કોઈપણ જગ્યાએ જવા માટે તૈયાર થવા માટે શાહરૂખને મારા કરતા ઘણો વધારે સમય લાગે છે. શાહરૂખનો એક મોટો રૂમ માત્ર વોર્ડરોબથી ભરેલો છે. મને તૈયાર થતા પાંચ મિનિટ લાગે છે જ્યારે SRK પાંચ કલાક લગાવે છે." ગૌરીના આ નિવેદન પછી શાહરૂખે કહ્યું છે કે હું દરેક વખતે બ્લેક સુટ જ પહેરું છું પણ મારે દરેક વખતે અલગઅલગ પ્રકારના બ્લેક સુટ પહેરવા પડે છે.

Street Dancer 3D Song Video: સ્ટ્રીટ ડાન્સર 3ડી ફિલ્મનું ગીત મુકાબલા રિલીઝ, પ્રભુદેવાનો ડાન્સ જોઇ રહી જશો દંગ

ગૌરીએ એક ચેનલ સાથેના ઇન્ટરવ્યૂ દરમિયાન શાહરૂખની આ આદતનો ખુલાસો કર્યો છે. આ સ્ટાર જોડીનો સમાવેશ ફેશન પાવર લિસ્ટ ઇવેન્ટમાં થયો છે. તેમને મોસ્ટ સ્ટાઇલિશ કપલ ઓફ ધ યરનો અવોર્ડ પણ મળ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More