Home> Entertainment
Advertisement
Prev
Next

શાહરૂખે ફેન્સને આપી વીડિયો કોલ પર વાત કરવાની તક, બસ કરવું પડશે આ કામ


વાત શાહરૂખ ખાનની કરીએ તો તેઓ સમયે-સમયે પોતાના ફેન્સ સાથે વાત કરે છે. હવે તેમણે પોતાના ફેન્સને મળવા માટે એક નવો રસ્તો કાઢ્યો છે. શાહરૂખ ખાને પોતાના ફેન્સને શોર્ટ ફિલ્મ બનાવવાનું કહ્યું છે.

શાહરૂખે ફેન્સને આપી વીડિયો કોલ પર વાત કરવાની તક, બસ કરવું પડશે આ કામ

નવી દિલ્હીઃ બોલીવુડ સેલિબ્રિટી ભલે લૉકડાઉનમાં છે પરંતુ તેઓ પોતાના ફેન્સ સાથે વાત કરવાની એકપણ તક ગુમાવતા નથી. તે સતત સોશિયલ મીડિયા પર લોકોને જાગરૂત કરી રહ્યાં છે. વાત શાહરૂખ ખાનની કરીએ તો તેઓ સમયે-સમયે પોતાના ફેન્સ સાથે વાત કરે છે. હવે તેમણે પોતાના ફેન્સને મળવા માટે એક નવો રસ્તો કાઢ્યો છે. શાહરૂખ ખાને પોતાના ફેન્સને શોર્ટ ફિલ્મ બનાવવાનું કહ્યું છે. આ ટાસ્કને પૂરો કર્યા બાદ શાહરૂખની ટીમ તરફથી વિજેતાની પસંદગી કરવામાં આવશે, જેને શાહરૂખ ખાન વીડિયો કોલ કરશે. 

fallbacks

શાહરૂખ ખાને સોશિયલ મીડિયા પર ટ્વીટ કરીને તેની જાણકારી આપી છે. તેમણે પોતાના ટ્વીટની સાથે એક ફોટો શેર કર્યો છે, જેમાં લખ્યુ છે, 'હોરર ફિલ્મ જોવાનુ કોણ પસંદ ન કરે. આ સમયે આપણે ઘણી ફિલ્મો જોઈને સમય પસાર કરી રહ્યા છીએ, તો કેમ આપણે આપણી અંદરના ફિલ્મમેકરને ન જગાડીએ અને એક ડરામણી ઇન્દોર મૂવી શૂટ કરીએ. આ સાથે તેમણે ફોટોમં ટાસ્કની ઘણી શરતો પણ લખી છે.'

આ શરતોને ધ્યાનમાં રાખતા લોકોએ ઘરમાં ફિલ્મ શૂટ કરવી પડશે અને આપવામાં આવેલા ઇ-મેલ આઇડી પર મોકલવાની છે. ત્યારબાદ તેમની ટીમ વીડિયો જોશે અને તેમાં વિજેતા બનનાર લોકોને શાહરૂખ અને તેની ટીમનો વીડિયો કોલ આવશે. આ ફિલ્મને ખુદ પેટ્રિક ગ્રાહમ, વિનીત કુમાર, આહાના કુમરા અને ગૌરવ વર્મા જજ કરશે. તેવામાં તમારી પાસે સારી તક છે પોતાની કળા દેખાડવાની અને ફેવરેટ સ્ટાર શાહરૂખ સાથે વીડિયો કોલ પર વાત કરવાની. 

લૉકડાઉનનો નિયમ તોડીને મુશ્કેલીમાં ફસાઈ પૂનમ પાંડે, દાખલ થયો કેસ

મહત્વનું છે કે શાહરૂખ આ સમયે પોતાની નવી વેબ સીરિઝ બેતાલ (Betaal)ને કારણે ચર્ચામાં છે. તેમની આ વેબ સિરીઝ 24 મેએ નેટફ્લિક્સ પર રિલીઝ થશે. તેનું ટ્રેલર જારી થઈ ગયું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More