Home> Entertainment
Advertisement
Prev
Next

Suhana Khan Property: કિંગ ખાનની પુત્રી કરશે ખેતી? સમુદ્ર કિનારે ખરીદી કરોડોની જમીન, કિંમત જાણીને ચોકી જશો

એક્ટર શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન જલદી પોતાની પ્રથમ ફિલ્મ ધ આર્ચીઝથી બોલીવુડમાં પર્દાપણ કરવાની છે. આ પહેલા તે એક અન્ય કારણને લીધે ચર્ચામાં છે. સુહાના ખાને 12.91 કરોડ રૂપિયાની શાનદાર પ્રોપર્ટી ખરીદી છે. 

Suhana Khan Property: કિંગ ખાનની પુત્રી કરશે ખેતી? સમુદ્ર કિનારે ખરીદી કરોડોની જમીન, કિંમત જાણીને ચોકી જશો

મુંબઈઃ સુપરસ્ટાર શાહરૂખ ખાન અને ઈન્ટીરિયર ડિઝાઇનર ગૌરી ખાનની પુત્રી સુહાના ખાન આ સમયે બોલીવુડની સૌથી ટેલેન્ટેડ ઉભરતી અભિનેત્રીમાંથી એક છે. સ્ટાર કિડ ખુબ જલદી 'ધ આર્ચીઝ' કોમિક્સ પર બનેલી ફિલ્મની સાથે એક્ટિંગ કરિયરની શરૂઆત કરવા માટે તૈયાર છે, જેનું ડાયરેક્શન જોયા અખ્તરે કર્યું છે. આ ફિલ્મનું નામ ધ આર્ચીઝ છે. તે જલદી નેટફ્લિક્સ પર આવવાની છે, અને તેનું ટીઝર હાલમાં સોશિયલ મીડિયા પર રિલીઝ કરવામાં આવ્યું હતું. હવે સુહાના ખાન સાથે જોડાયેલી એક ખાસ વાત સામે આવી રહી છે. તેણે પોતાની પ્રથમ ફિલ્મ રિલીઝ પહેલા કરોડો રૂપિયાની પ્રોપર્ટી ખરીદી છે. 

fallbacks

સુહાના ખાને અલીબાગમાં ત્રણ ઘરની સાથે 1.5 એકરની પ્રોપર્ટી 12.91 કરોડ રૂપિયામાં ખરીદી છે. થાલ ગામની આ પ્રોપર્ટી જૂના સમયના એક ફિલ્મી પરિવાર એક્ટર દુર્ગા ખોટેના વંજશોની હતી. શાહરૂખ ખાનની પાસે પહેલાથી તેની નજીકમાં એક પ્રોપર્ટી છે. ઈન્ડેક્સટેપ અનુસાર પ્રોપર્ટી 1 જૂને રજીસ્ટ્રડ થઈ હતી અને 77.46 લાખ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી પણ ભરી હતી. આ અલીબાગ પ્રોપર્ટી એક સુખદ વાતાવરણ, શહેર સાથે ઉન્નત કનેક્ટિવિટી અને મુંબઈના કોંક્રીટ ક્લોસ્ટ્રોફોબિયાથી દૂર એક વિકલ્પ પ્રદાન કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ શોર્ટ મીની સ્કર્ટ પહેરીને Kiara Advani એ આપ્યા ખતરનાક પૉઝ, ઇન્ટરનેટ પર મચ્યો તહેલકો

સુહાના ખાનની નવી પ્રોપર્ટી
સુહાના ખાન મુંબઈ સ્થિત ઘણા એક્ટર્સમાંથી એક બની ગઈ છે, જેણે અલીબાગમાં ઘર અને વિશાળ જમીન ખરીદી છે. આ સિવાય જૂહી ચાવલા પણ છે, જેણે પોતાની પ્રોપર્ટીને ફાર્મમાં બદલી નાખી છે. દીપિકા પાદુકોણ, રણવીર સિંહ અને અનુષ્કા શર્મા સહિત અન્ય સ્ટાર્સ પણ સામેલ છે. 

ધ આર્ચીઝનું ટ્રેલર અને કાસ્ટ
The Archies ના ટીઝરથી તે સ્પષ્ટ થઈ ગયું છે કે જોયા અખ્તરની ફિલ્મમાં સુહાના ખાન લીડ રોલ પ્લે કરી રહી છે. સુહાના ખાનની સાથે તેમાં શ્રીદેવીની બીજી દીકરી ખુશી કપૂર, અમિતાભ બચ્ચનો ભાણેજ અગસ્ત્ય નંદા, ડોટ, મિહિર આહૂજા, વેદાંગ રૈના અને યુવરાજ મેંડા સહિત ઘણા સ્ટાર કલાકાર સામેલ છે. જલદી તેનું ટ્રેલર પણ રિલીઝ થવાનું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More