Home> Entertainment
Advertisement
Prev
Next

Shahrukh Khan એ ફરી એકવાર જીત્યું બધાનું દિલ, કોરોના કાળમાં કરી આવી મદદ

બોલીવુડના બાદશાહ શાહરૂખ ખાન (Shahrukh Khan) કોરોના વાયરસ વિરૂદ્ધની લડાઇમાં પોતાનું યોગદાન આપીને બધાનું દીલ જીતી રહ્યા છે. શાહરૂખ ખાને દિલ્હી, મહારાષ્ટ્ર, પશ્વિમ બંગાળ અને કેન્દ્ર શાસિત પ્રદેશ સહિત સમગ્ર ભારતમાં મદદ પહોંચાડી છે.

Shahrukh Khan એ ફરી એકવાર જીત્યું બધાનું દિલ, કોરોના કાળમાં કરી આવી મદદ

નવી દિલ્હી: બોલીવુડના બાદશાહ શાહરૂખ ખાન (Shahrukh Khan) કોરોના વાયરસ વિરૂદ્ધની લડાઇમાં પોતાનું યોગદાન આપીને બધાનું દીલ જીતી રહ્યા છે. શાહરૂખ ખાને દિલ્હી, મહારાષ્ટ્ર, પશ્વિમ બંગાળ અને કેન્દ્ર શાસિત પ્રદેશ સહિત સમગ્ર ભારતમાં મદદ પહોંચાડી છે.

fallbacks

હવે SRK એ આખા મહારાષ્ટ્ર હેલ્થકેર ટીમોને 25,000 વ્યક્તિગત સુરક્ષા ઉપકરણ  (PPE) કિટ દાન કરી છે. આ કિટ્સનો ઉપયોગ કોરોના વાયરસ (Coronavirus) મહામારીની સારવારમાં કામે લાગેલા મહારાષ્ટ્રના ડોક્ટર્સની સુરક્ષા માટે કરવામાં આવે છે. તેના વિશે ખુદ મહારાષ્ટ્ર સરકારના પબ્લિક હેલ્થ અને ફેમિલિ વેલફેર મિનિસ્ટર રાજેશ તોપેએ જણાવ્યું છે. સ્વાસ્થ્ય મંત્રીએ શાહરૂખ ખાનની મદદ માટે ટ્વિટ કરીને ધન્યવાદ વ્યક્ત કર્યો છે. 

હેલ્થ મિનિસ્ટરે લખ્યું કે '25,000 પીપીઇ કિટ્સ આપવા બદલ શાહરૂખ ખાનનો આભાર. આ કોવિડ 19 વિરૂદ્ધની જંગમાં ખૂબ આગળ સુધી મદદ કરશે. તેનાથી અમે મેડિકલ કેર ટીમની સુરક્ષા કરી કરીશું. અ ટ્વિટ બાદ શાહરૂખ ખાન (Shah Rukh Khan)એ  સ્વાસ્થ્ય મંત્રીનો આભાર વ્યક્ત કરતાં લખ્યું 'સર આ કિટ્સને પુરી પાડવા માટે તમારી મદદ બદલ આભાર. આપણે પોતાને અને માણસાઇને બચાવવાની આ મુહિમ બધા સાથે છીએ. ભગવાન કરે તમારા પરિવાર અને ટીમ સુરક્ષિત અને સ્વસ્થ્ય રહે. 

તાજેતરમાં જ શાહરૂખ ખાન (Shah Rukh Khan) અને તેમની પત્ની ગૌરી ખાન (Gauri Khan) એ બીએમસીની સામે પોતાની ચાર માળની ઓફિસની ઓફર કરી હતી, જેથી આ જગ્યાનો સદઉપયોગ મહિલા, બાળકો અને વૃદ્ધોને કોરોન્ટાઇનમાં રાખવા માટે કરી શકાય. હાલના સમયમાં આખી દુનિયા કોરોના વાયરસ વિરૂદ્ધની લડાઇમાં જીત પ્રાપ્ત કરવા માટે પુરજોશમાં પ્રયત્ન કરી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More