Home> Entertainment
Advertisement
Prev
Next

King Khan ના એક-બે નહી પણ ત્રણ વાર થઇ ચૂક્યા છે લગ્ન, ગૌરીખાન સાથે સેલિબ્રેટ નહોતો કરી શક્યો સુહાગરાત

ગૌરી ખાન અને શાહરૂખ ખાન (Shahrukh Khan) ના લગ્ન 1991માં થયા હતા. ગૌરી ખાને સંઘર્ષના દિવસોમાં શાહરૂખનો સાથ આપ્યો હતો.

King Khan ના એક-બે નહી પણ ત્રણ વાર થઇ ચૂક્યા છે લગ્ન, ગૌરીખાન સાથે સેલિબ્રેટ નહોતો કરી શક્યો સુહાગરાત

મુંબઈ : બોલીવુડના કિંગ ખાન (King Khan) ની પત્ની ગૌરી ખાન (Gauri Khan) નો 8 ઓક્ટોબર, 2018ના દિવસે 48મો જન્મદિવસ છે. ગૌરી ખાનની ગણતરી લોકપ્રિય સ્ટાર વાઇફ તરીકે થાય છે. શાહરૂખ (Shahrukh Khan) અને ગૌરીની લવસ્ટોરી (Love Story) બહુ રસપ્રદ છે. મળતી માહિતી પ્રમાણે શાહરૂખ (Shahrukh Khan) અને ગૌરીએ એકવાર નહીં પણ ત્રણ વાર લગ્ન કર્યા છે. તેમણે સૌથી પહેલાં કોર્ટ મેરેજ કર્યા હતા અને પછી મુસ્લિમ રિવાજ પ્રમાણે નિકાહ કર્યા હતા. શાહરૂખ (Shahrukh Khan) અને ગૌરીએ હિંદુ ધર્મ પ્રમાણે પણ લગ્ન કર્યા છે. 

fallbacks

ગૌરી ખાન અને શાહરૂખ ખાન (Shahrukh Khan) ના લગ્ન 1991માં થયા હતા. ગૌરી ખાને સંઘર્ષના દિવસોમાં શાહરૂખનો સાથ આપ્યો હતો. આ બંનેની મુલાકાત એક પાર્ટીમાં થઈ હતી. એ સમયે શાહરૂખ (Shahrukh Khan) ની વય 19 વર્ષની અને ગૌરીની 14 વર્ષની હતી. શાહરૂખ ખાને લેખક મુસ્તાક શેખે લખેલી બાયોગ્રાફી  'શાહરૂખ કેન'માં તેની અને ગૌરીની લવસ્ટોરી વિશે વિગતવાર વાત કરી છે. 

SRK ની પત્ની ગૌરી ખાન પહેરે છે આટલું મોંઘું જીન્સ, આ કિંમતમાં તમે ખરીદી શકો છો iPhone

ગૌરી (Gauri Khan) સાથેની સુહાગરાત વિશે શાહરૂખે કહ્યું છે કે એ રાત્રે હું હેમા માલિનીને મળવા ગયો હતો. મેં તેમની લાંબા સમય સુધી રાહ જોઈ હતી પણ હું મળી શક્યો નહોતો. શાહરૂખ ખાને (Shahrukh Khan) જણાવ્યું હતું કે ઇન્ડસ્ટ્રીમાં આ દિવસ અમારા માટે અપમાનનો દિવસ હતો. આ અમારી સુહાગરાત હતી પણ ગૌરીએ એ રાત એક નાનકડા મચ્છરથી ભરેલા રૂમમાં મારી રાહ જોઈને પસાર કરી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More