Home> Entertainment
Advertisement
Prev
Next

જવાનની તારીખ થઈ ફાઇનલ ; ફિલ્મ રિલીઝ થવાના 7 દિવસ પહેલાં શાહરૂખ કરશે મોટો ઘડાકો!

Shahrukh Khan Jawan Trailer:  ફિલ્મ 7 સપ્ટેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે અને તેના માત્ર 7 દિવસ પહેલા જવાનનું ટ્રેલર તમારી સામે હશે. એટલે કે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે.

જવાનની તારીખ થઈ ફાઇનલ ; ફિલ્મ રિલીઝ થવાના 7 દિવસ પહેલાં શાહરૂખ કરશે મોટો ઘડાકો!

Shahrukh Khan Jawan Release Date: ચાહકો ઘણા સમયથી આ ક્ષણની રાહ જોઈ રહ્યા હતા અને હવે આખરે ખબર પડી છે કે શાહરૂખ ખાનની જવાનનું ટ્રેલર ક્યારે રિલીઝ થવાનું છે. કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને ફિલ્મ રિલીઝ થવાના 7 દિવસ પહેલા જ આ મોટો ધડાકો થવા જઈ રહ્યો છે. જવાનના ટ્રેલરની રિલીઝ ડેટ લોક કરી દેવામાં આવી છે અને તે તારીખ 31મી ઓગસ્ટ છે. એટલે કે બરાબર 3 દિવસ પછી ફિલ્મનું ટ્રેલર તમારી સામે આવશે.

fallbacks

Aditya-L1 Launch Date: સૂર્ય મિશનની આવી ગઇ તારીખ, Aditya-L1 બે સપ્ટેમ્બરે થશે લોન્ચ
615 કરોડમાં ચંદ્ર પર પહોંચ્યું ચંદ્રયાન-3, સૂર્ય સુધી પહોંચવામાં કેટલો ખર્ચ થશે

જવાનનો પ્રીવ્યૂ ઘણા સમય પહેલા શેર કરવામાં આવ્યો હતો, જેમાં ફિલ્મની એક નાનકડી પરંતુ વિસ્ફોટક ઝલક જોવા મળી હતી. આ એક ઝલકે ચાહકોને દિવાના બનાવી દીધા હતા. ત્યારથી તેના ટ્રેલરની આતુરતાથી રાહ જોવાઈ રહી છે અને હવે આખરે તે આ મહિને રિલીઝ થવા જઈ રહ્યું છે.

Weird Festival: માણસના આખા શરીરને રંગવાની હોય છે કોમ્પ્ટિશન, 40 દેશોના લોકો આવે છે અહીં
Weird Festival: આ દેશની સેના દુશ્મન પર કરે છે સંતરા વડે હુમલો, મારી મારીને કરી દે છે હાલત ખરાબ

આ ફિલ્મ 7 સપ્ટેમ્બરે રિલીઝ થશે
ફિલ્મની વાત કરીએ તો તે 7 સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહી છે. જેને લઈને સોશિયલ મીડિયા પર જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. તેના પ્રિવ્યુથી લઈને તેના ગીતોએ ધમાકો મચાવ્યો છે. આ ફિલ્મ રિલીઝ પહેલાં જ વિદેશમાં ધૂમ મચાવવાની તૈયારી કરી રહી છે. અહેવાલ છે કે શાહરૂખ ખાનની જવાન પણ જર્મનીમાં વિશ્વની સૌથી મોટી સ્ક્રીન પર બતાવવામાં આવશે અને તે ત્યાં રિલીઝ થનારી પ્રથમ ભારતીય ફિલ્મ હશે.

Toyota Rumion: ભારતમાં લોન્ચ થઇ સૌથી સસ્તી 7 સીટર કાર, જાણો કિંમત અને ખાસિયત
50 વર્ષ બાદ ભારતમાં આવા દેખાશે Wifi રાઉટર, AI એ બતાવી ભવિષ્યની ઝલક, જોઇને ચોંકી જશો
Apple 2024 iPad Pro લાઇનઅપમાં થશે મોટા ફેરફાર, કંપનીએ કરી લીધી છે ધમાકાની તૈયારી

ફિલ્મમાં શાહરૂખ ખાનનો ડબલ રોલ?
હવે સવાલ એ છે કે શું શાહરૂખ ખાન આ ફિલ્મમાં ડબલ રોલ કરવા જઈ રહ્યો છે. જ્યારથી ફિલ્મનો પ્રીવ્યૂ સામે આવ્યો છે ત્યારથી તેની સ્ટોરી વિશે અલગ-અલગ અટકળો લગાવવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે શાહરૂખ આ ફિલ્મમાં ડબલ રોલમાં હશે. એક પાત્ર હકારાત્મક અને બીજું નકારાત્મક હશે. હવે આ વાત કેટલી સાચી છે તે 7મી સપ્ટેમ્બરે સામે આવશે. હાલમાં શાહરૂખ સોશિયલ મીડિયા દ્વારા ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે.

30 સેકન્ડનું કામ, ઇંફેક્શન અને બિમારીઓનું કામ થશે તમામ, દિનચર્યામાં સામેલ કરો આ આદત
ત્વચાને ચમકાવવાની સાથે સાથે સ્વાસ્થ્યમાં સુધારો લાવે છે ચોખાનું ઓસામણ,જાણો ફાયદા
Government Scheme: મહિલાઓ માટે ખાસ છે આ સ્કીમ, મળશે 6000 રૂપિયા, જાણો શું છે શરતો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More