Home> Entertainment
Advertisement
Prev
Next

અટલજીના નિધન પર શાહરૂખે ટ્વિટ કરી વ્યક્ત કર્યું દુ:ખ, 'યાદ આવશો બાપજી'

લાંબી બિમારી બાદ દિલ્હીની એમ્સમાં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ ગુરુવારે સાંજે 5.05 વાગે છેલ્લા શ્વાસ લીધા. તેમના નિધનથી સમગ્ર દેશમાં શોકની લહેર વ્યાપી ગઈ છે.

અટલજીના નિધન પર શાહરૂખે ટ્વિટ કરી વ્યક્ત કર્યું દુ:ખ, 'યાદ આવશો બાપજી'

નવી દિલ્હી: લાંબી બિમારી બાદ દિલ્હીની એમ્સમાં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ ગુરુવારે સાંજે 5.05 વાગે છેલ્લા શ્વાસ લીધા. તેમના નિધનથી સમગ્ર દેશમાં શોકની લહેર વ્યાપી ગઈ છે. રાજનેતાથી લઈને બોલિવૂડ દરેક જણ તેમની સાદગી અને વિચારધારાના કાયલ હતાં. બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાને પણ તેમના નિધન પર ટ્વિટ પર એક શોકસંદેશ શેર કરીને લખ્યું છે કે દેશે એક કવિ વડાપ્રધાન ગુમાવ્યાં. આઈ લવ યુ બાપજી.

fallbacks

શાહરૂખ ખાને ટ્વિટ  કરીને લખ્યું કે મારા પિતાજી મને દિલ્હીમાં થનારા અટલજીના ભાષણો સંભળાવવા માટે લઈ જતા હતાં. વર્ષો બાદ મને તેમને મળવાની તક મળી. મેં તેમની સાથે કવિતા, ફિલ્મ, રાજકારણ અને તેમના ઘૂંટણના દુ:ખાવા અંગે લાંબી વાતચીત કરી. મને તેમની કવિતા પડદા પર દેખાડવાની તક મળી. તેમને ઘરમાં બાપજી કહીને બોલાવવામાં આવતા હતાં. તેમનું જવું એ એક પિતા તુલ્ય સંબંધનું અને એક મહાન નેતાના જવા જેવું છે. મેં મારા બાળપણનો એક ભાગ ગુમાવ્યો. હું તમારા હસતાં ચહેરાને મિસ કરીશ બાપજી. 

શાહરૂખ ખાન ઉપરાંત બોલિવૂડના અનેક સિતારાઓએ પણ અટલજીના નિધનને દેશની મોટી ખોટ ગણાવી. આ અવસરે બોલિવૂડના અનેક સિતારા અટલ બિહારી વાજપેયીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. સાઉથના સુપરસ્ટાર રજનીકાંતે દુ:ખ વ્યક્ત કરતા કહ્યું કે હું અટલ બિહારી વાજપેયી જેવા મહાન નેતાના નિધનથી ખુબ દુ:ખી છું. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More