નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર છાશવારે શાહરૂખ ખાન પોતાના ફેન્સ સાથે વાત કરતો રહે છે. ફેન્સ સાથે વાતચીત કરવા માટે શાહરૂખ ખાન ટ્વિટર પર #AskSRK દ્વારા તેમના સવાલના જવાબ આપે છે. ગઈ કાલે પણ જ્યારે શાહરૂખ ખાન પોતાના ફેન્સના સવાલોના જવાબ આપતો હતો ત્યારે એક યૂઝરે એવો વિચિત્ર સવાલ પૂછ્યો. યૂઝરે શાહરૂખ ખાનને પૂછ્યું કે સર, તમારા અન્ડરવેરનો કલર શું છે?
ટ્વિટર યૂઝરના આ સવાલ પર સુપરસ્ટાર શાહરૂખ ખાને તેને ખુબ જ જબરદસ્ત જવાબ આપ્યો. શાહરૂખ ખાને જવાબ આપતા કહ્યું કે હું આ (#AskSRK) ફક્ત સારા અને શિક્ષિત સવાલો માટે કરું છું. શાહરૂખ ખાનનું આમ કહેવાનો અર્થ એકદમ સ્પષ્ટ હતો કે આવા ઘટિયા સવાલના મારી પાસે કોઈ જવાબ નથી.
હવે શાહરૂખ ખાનનો આ જવાબ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ દરમિયાન એક ફેને પૂછ્યું કે સર શું તમે આજે ભોજનમાં કારેલા ખાતા હતા કે મારી સાથે આવો કડવો વર્તાવ કરી રહ્યા છો અને મને નજરઅંદાજ કરી રહ્યા છો. જેના પર શાહરૂખે કહ્યું કે કારેલા ખાય મારા દુશ્મન.
એક યૂઝરે પૂછ્યું કે સર તમે એકવાર કહ્યું હતું કે તમારા કોઈ મિત્ર નથી અને તમને ખબર નથી કે મિત્રતા કેવી રીતે જાળવવી તો શું હજુ પણ એ સ્થિતિ છે જેના પર શાહરૂખે કહ્યું કે ના હવે મારા બાળકો મારા મિત્ર છે.
આ જ રીતે એક યૂઝરે પૂછ્યું કે આમિર ખાનની કઈ ફિલ્મ તમારી ફિવરિટ છે તો શાહરૂખ ખાને જવાબ આપ્યો કે રાખ, કયામત સે કયામત તક, દંગલ, 3 ઈડિયટ.
વાત જાણે એમ છે કે શાહરૂખ ખાન છાશવારે સોશિયલ મીડિયા દ્વારા પોતાના ફેન્સના સવાલોના જવાબ આપતા રહે છે. આ જ રીતે શાહરૂખ ખાને ગઈ કાલે પણ ટ્વિટર પર પોતાના ફેન્સના અનેક સવાલોના જવાબ આપ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
Salman Khan: એક્સ ગર્લફ્રેન્ડે સલમાન ખાન વિશે કર્યો ચોંકાવનારો ખુલાસો, જાણીને ફિલ્મ જગત સ્તબ્ધ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે