Home> Entertainment
Advertisement
Prev
Next

Shah Rukh Khan એ એકવાર પુત્ર વિશે કહ્યું હતું- 'તે જવાનીમાં બધા ગંદા કામ કરે જે મે નથી કર્યા, સેક્સ-ડ્રગ્સ...'

બોલીવુડના સુપરસ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની કથિત રેવ પાર્ટી સંદર્ભે પૂછપરછ બાદ એનસીબીએ ધરપકડ કરી. બોલીવુડનું ડ્રગ્સ કનેક્શન ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. આ સમગ્ર મામલો બહાર આવ્યા બાદ હવે શાહરૂખ ખાનનું એક જૂનું નિવેદન વાયરલ થઈ રહ્યું છે.

Shah Rukh Khan એ એકવાર પુત્ર વિશે કહ્યું હતું- 'તે જવાનીમાં બધા ગંદા કામ કરે જે મે નથી કર્યા, સેક્સ-ડ્રગ્સ...'

ઝી બ્યૂરો: બોલીવુડના સુપરસ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની કથિત રેવ પાર્ટી સંદર્ભે પૂછપરછ બાદ એનસીબીએ ધરપકડ કરી. બોલીવુડનું ડ્રગ્સ કનેક્શન ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. આ સમગ્ર મામલો બહાર આવ્યા બાદ હવે શાહરૂખ ખાનનું એક જૂનું નિવેદન વાયરલ થઈ રહ્યું છે. જો કે બોલીવુડ બાદશાહે આ વાત મજાકમાં કરી હશે પરંતુ હાલ તો તે સાચી પડતી જોવા મળી રહી છે. 

fallbacks

Shah Rukh Khan Shocking Statement
બોલીવુડના સુપરસ્ટાર શાહરૂખ ખાન રોમેન્ટિક હીરો તરીકે જાણીતો છે. તે તેના પરિવારની ખુબ જ નજીક છે. પરિવારને લઈને ખુબ પઝેસિવ પણ છે. શાહરૂખ પોતાની વાતો ખુલીને કરે છે. એકવાર તો શાહરૂખે મોટા પુત્ર આર્યન માટે એવી વાત કરી નાખી તે જે કોઈ સપનામાં પણ ન વિચારી શકે. હકીકતમાં શાહરૂખે 1997માં સિમી ગરેવાલના ટોક શોમાં પોતાની પત્ની ગૌરી સાથે હાજરી આપી હતી. તે સમયે આર્યનનો જન્મ થયો હતો. ઈન્ટરવ્યુમાં સિમી ગરેવાલે જ્યારે શાહરૂખને પૂછ્યું કે પુત્ર આર્યનનો ઉછેર કેવી રીતે કરશો? ત્યારે શાહરૂખે કહ્યું કે હું ઈચ્છું છું કે મારો પુત્ર એ તમામ ગંદા કામ કરે જે હું જવાનીમાં ન કરી શક્યો. શાહરૂખે એમ પણ કહ્યું કે, હું ઈચ્છું છું કે મારો પુત્ર જ્યારે મોટો થાય ત્યારે હું તેને કહીશ કે છોકરીઓનો પીછો કરે. શાહરૂખનું કહેવું હતું કે જ્યારે આર્યન 3-4 વર્ષનો થઈ જશે ત્યારે તે તેને કહેશે કે તે છોકરીઓની પાછળ જઈ શકે છે. 

શાહરૂખે સિમીના એક સવાલનો જવાબ આપતા કહ્યું કે- હું ઈચ્છું છું કે તે સેક્સ કરે, ડ્રગ્સ પણ કરે. તે જેટલું જલદી આ કામ શરૂ કરી દે તેટલું સારું હશે. શાહરૂખે કહ્યું હતું કે જો આર્યન ઘરની બહાર જશે તો હું ઈચ્છીશ કે તે મારી સાથે કામ કરનારા લોકો કે જેમની પુત્રીઓ છે, તે આવીને મારી પાસે તેની ફરિયાદ કરે. 

Drugs Party: બોલીવુડના સુપરસ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન સહિત 8ની અટકાયત, Video

અત્રે જણાવવાનું કે શાહરૂખ ખાન 2 નવેમ્બર 1965ના રોજ દિલ્હીમાં પેદા થયો હતો. તેના માતા પિતાનું નામ લતીફ ફાતિમા ખાન અને તાજ મોહમ્મદ ખાન હતું. તેનું બાળપણ બેંગલુરુમાં પસાર થયું હતું. પિતા ચીફ એન્જિનિયર હતા. શાહરૂખને 555 નંબર પર ખુબ પ્રેમ છે. શાહરૂખની બધી ગાડીઓના નંબરમાં 555 આવે છે. જો શાહરૂખ અને ગૌરીના પ્રેમની વાત કરીએ તો બંનેની પહેલી મુલાકાત એક પાર્ટીમાં થઈ હતી. જ્યારે શાહરૂખ ગૌરી પર દિલ હાર્યો હતો ત્યારે તેની ઉંમર ફક્ત 19 વર્ષ અને ગૌરીની 14 વર્ષ હતી.

આર્યન ખાન સહિત 8ની ધરપકડ
અત્રે જણાવવાનું કે બોલીવુડના સુપરસ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન સહિત આઠ લોકોની રેવ પાર્ટી સંદર્ભે ધરપકડ કરી છે. આ મામલે એનસીબીના ચીફ એસ એન પ્રધાને કહ્યું કે 'બે અઠવાડિયા સુધી ચાલેલી તપાસનું આ પરિણામ છે. આ માટે અમે ગુપ્ત બાતમીઓ પર કાર્યવાહી કરી અને તેમાં કેટલીક બોલીવુડ લિંકની સંડોવણી સામે આવી છે. આ દરમિયાન મોટા પ્રમાણમાં ડ્રગ્સ મળી આવ્યું. આ મામલે તપાસ ચાલુ છે.'

એનસીબીએ પોતાના ખાસ ઈનપુટ પર  બે ઓક્ટોબરના રોજ આ  ઓપરેશન લોન્ચ કર્યું હતું. આ દરમિયાન તમામ સંદિગ્ધોની તલાશી લેવાઈ. મળતી માહિતી મુજબ રેડમાં પ્રતિબંધિત ડ્રગ  MDMA/ Ecstasy, કોકીન, એડી (મેફેડ્રોન) જેવી વિવિધ ડ્રગ અને ચરસ મળી આવ્યા છે. કહેવાય છે કે આ પાર્ટીમાં બોલીવુડ, ફેશન અને બિઝનેસ સંલગ્ન અનેક મોટામાથા સામેલ થયા હતા. 

ગેસ્ટ એન્ટ્રીમાં ગયો હતો આર્યન ખાન?
આ મામલે આર્યન ખાનની પૂછપરછ થઈ. એનસીબીને એક વીડિયો પણ મળ્યો છે જેમાં પાર્ટીમાં આયર્ન ખાન જોવા મળી રહ્યો છે. પૂછપરછમાં આર્યને જણાવ્યું કે તેને આ પાર્ટીમાં મહેમાન તરીકે બોલાવવામાં આવ્યો હતો. તેની પાસેથી ક્રુઝ પર આવવા માટે કોઈ પણ પ્રકારની ફી લેવાઈ નહતી. આર્યને કહ્યું કે 'તેના નામનો ઉપયોગ કરીને બાકીના મહેમાનને બોલાવવામાં આવ્યા હતા.'

આ બાજુ પાર્ટીમાં જે પણ લોકો આવ્યા હતા તેમને રોલ પેપર આપવામાં આવ્યા હતા. એનસીબીને મોટાભાગના મહેમાનોના રૂમમાંથી રોલ પેપર મળ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More