Home> Entertainment
Advertisement
Prev
Next

Shahrukh ની ફી સાંભળી ઉડી જશે સલમાન-આમિરના હોશ, 'Pathan' થી બનશે સૌથી મોંઘા સુપરસ્ટાર!

બોલીવૂડ એક્ટર શાહરૂખ ખાનની (Shah Rukh Khan) ફેન ફોલોઇંગ ખૂબ લાંબી છે, શાહરૂખ વર્ષોથી લોકોનું મનોરંજન કરવામાં કોઈ કસર છોડતો નથી. તે ટૂંક સમયમાં ફિલ્મ 'પઠાણ'માં (Pathan) જોવા મળશે

Shahrukh ની ફી સાંભળી ઉડી જશે સલમાન-આમિરના હોશ, 'Pathan' થી બનશે સૌથી મોંઘા સુપરસ્ટાર!

નવી દિલ્હી: બોલીવૂડ એક્ટર શાહરૂખ ખાનની (Shah Rukh Khan) ફેન ફોલોઇંગ ખૂબ લાંબી છે, શાહરૂખ વર્ષોથી લોકોનું મનોરંજન કરવામાં કોઈ કસર છોડતો નથી. તે ટૂંક સમયમાં ફિલ્મ 'પઠાણ'માં (Pathan) જોવા મળશે. પરંતુ શું તમે જાણો છો કે બોલિવૂડનો કિંગ ખાન આ ફિલ્મના નિર્માતાઓ પાસેથી કેટલો ચાર્જ લે છે?

fallbacks

100 કરોડ વસૂલશે શાહરૂખ
શાહરૂખ ખાનને (Shah Rukh Khan) આજે પણ નિર્માતાઓ તેમણે માંગેલી રકમ આપી ફિલ્મ સાઈન કરવા માટે તૈયાર રહે છે. શાહરૂખ ખાનની છેલ્લી કેટલીક ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહી નથી, પરંતુ તેમ છતાં યશરાજ ફિલ્મ્સે તેમને 'પઠાણ' (Pathan) માટે મોટી રમક આપી છે. મીડિયામાં ફરતા તાજેતરના અહેવાલ અનુસાર, નિર્માતા શાહરૂખ ખાનને મેકર્સે પઠાણ માટે 100 કરોડ રૂપિયા આપ્યા છે. આ સાથે શાહરૂખ ખાન બોલીવુડના સૌથી મોંઘા સુપરસ્ટાર બની ગયા છે.

આ પણ વાંચો:- વરસાદમાં પલળતાં ગુજ્જુ ગર્લની માદક અદાઓ જોઇ ફેન્સ થયા પાણી-પાણી, કરોડો લોકોએ જોયો અભિનેત્રીનો VIDEO

ક્રિટિકે આપી જાણકારી
ઉમેર સંધૂએ ટ્વિટર પર ટ્વીટ કરી આ વાતનો ખુલાસો કર્યો છે કે, શાહરૂખ ખાનને 'પઠાણ'ના (Pathan) મેકર્સે કેટલા રૂપિયા આપ્યા છે. ઉમેર સંધૂના જણાવ્યા અનુસાર, બોલીવૂડના કિંગ ખાન સત્તાવાર રીતે ઇન્ડસ્ટ્રીના સૌથી હાઈએસ્ટ પેડ એક્ટર બની ગયા છે. ફિલ્મ 'પઠાણ' માટે શાહરુખ ખાનને 100 કરોડ રૂપિયા ચાર્જ કર્યો છે.

પઠાણ એન ટાઈગર 3 નું કનેક્શન
ફિલ્મ 'પઠાણ'માં શાહરૂખ ખાનની સાથે દીપિકા પાદુકોણ (Deepika Padukone), જોન અબ્રાહમ (John Abraham) અને ડિમ્પલ કકપાડિયા (Dimple Kapadia) પણ જોવા મળશે. આ ત્રણેય કલાકારો 'પઠાણ'ની સ્ટોરીનો મહત્વનો ભાગ છે. સમાચારોનું માનીએ તો ફિલ્મ 'પઠાણ'માં સલમાન ખાનનો સ્પેશિયલ કેમિયો પણ હશે. સાથે જ જ્યાંથી 'પઠાણ' ફિલ્મનો અંત થશે ત્યાંથી ટાયગર 3 ની શરૂઆત થશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More