Home> Entertainment
Advertisement
Prev
Next

સિલસિલા બદલતે રિશ્તોં કા ના કલાકારો બન્યા અમદાવાદના મહેમાન

શોના મુખ્ય નાયક–નાયિકા દ્રષ્ટિ ધામી અને શક્તિ અરોડાએ પોતાના પ્રશંસકોને મળવા અને તેઓના નિરંતર ટેકા માટે તેઓનો આભાર માનવા આજે અમદાવાદ શહેરની મુલાકાત લીધી.

સિલસિલા બદલતે રિશ્તોં કા ના કલાકારો બન્યા અમદાવાદના મહેમાન

અમદાવાદ : સિલસિલા બદલતે રિશ્તોં કા એક એવો શો છે જે કુણાલ મલ્હોત્રા (શક્તિ અરોડા) અને મૌલી મલ્હોત્રા (અદિતિ શર્મા)ના જીવન પર પ્રકાશ પાડે છે. પરફેકટ સબંધ સાથેના પરફેકટ કપલ તરીકે ગણવામાં આવતા એવા તેઓને ખબર પડે તે પહેલા તો જીવન બદલાઇ ગયું જયારે વિનમ્ર અને પ્રેમાળ નંદિની ઠાકુર (દ્રષ્ટિ ધામી) તેઓના જીવનમાં ચાલી આવી. આજના જમાનાના આ સબંધના ડાયનામિકસ હવે એવા મોટા વળાંકો અને ટ્વિસ્ટ જુએ છે જે આ ત્રિપુટીની વચ્ચે જટિલતાઓને દોરી લાવે છે. શો 'સ્ફીઅર ઓરિજીન' દ્વારા નિર્મિત છે.

fallbacks

શોના મુખ્ય નાયક–નાયિકા દ્રષ્ટિ ધામી અને શક્તિ અરોડાએ પોતાના પ્રશંસકોને મળવા અને તેઓના નિરંતર ટેકા માટે તેઓનો આભાર માનવા આજે અમદાવાદ શહેરની મુલાકાત લીધી. શહેરને ખૂંદવા અને ઘણી ગુજરાતી વાનગીઓનો સ્વાદ માણવા બાબતે આ જોડી ખૂબ રોમાંચિત હતી. તેઓએ દિવસ પૂરો થયા પછી નીકળતા અગાઉ પોતાના માટે કેટલાંક વિખ્યાત ફરસાણ પેક પણ કરાવી લીધા હતાં.
fallbacks

અમદાવાદની પોતાની મુલાકાત બાબતે, દ્રષ્ટિ ધામીએ કહ્યું, "અમદાવાદમાં ફરી પાછો આવવા બાબતે હું રોમાંચિત છું. હું અંગતરીતે અમદાવાદ સાથે ખૂબ જ જોડાયેલ છું અને પ્રશંસકો સાથે શો અંગે વાણુીત કરવાનું હંમેશા એક સરસ અનુભવ હોય છે. અમારો શો જોનારા તમામનો હું તેઓના પ્રેમ અને પ્રોત્સાહન બાબતે આભાર માનું છું."

શક્તિ અરોડાએ ઉમેર્યું, "મારું પાત્ર કુણાલ મલ્હોત્રા એમ મોજિલો ગાય છે અને બાળક જેવું હૈયું ધરાવે છે. અજાણપણે તે નંદિની સાથે પ્રેમમાં પડી જાય છે, જે તેની પત્નીની બેસ્ટ ફ્રેન્ડ હતી. થોડાં સમયમાં સાચા અને ખોટા વચ્ચેની હદ ધુંધળી થવા લાગે છે અને આજ કુણાલના જીવન સાથે પણ બન્યું. લાંબા સમય પછી મેં અમદાવાદની મુલાકાત લીધી છે અને સાચો સમય વીતાવ્યો છે. અમારા દર્શકો દયાળુ અને અમને ટેકો કરનારા છે અને તે માટે, અમે તેમના આભારી છીએ".
fallbacks

વર્તમાન ટ્રેક કુણાલ (શક્તિ અરોડા) કેવી રીતે મૌલી (અદિતિ શર્મા)ને નંદિની માટે થઇને છોડી દે છે એન સામાજિક દબાણ હોવા છતાં પણ પોતાના સંબંધોમાં આગળ વધવાનું ચાલુ રાખે છે તેના પર કેન્દ્રિત છે. દીદા અને રાધિકાના મૌલી તથા કુણાલને એકસાથે લાવવાનો પ્રયાસ કરવાની સાથે, એક આંચકારૂપ સત્ય છતું થાય છે જેમાં મૌલી કુણાલના બાળક સાથે ગર્ભવતી હોય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More