Home> Entertainment
Advertisement
Prev
Next

શિલ્પા શેટ્ટીની બહેન શમિતા શેટ્ટીની કારને મારી ટક્કર, ડ્રાઇવરની સાથે કરી મારામારી

શમિતા શેટ્ટીના ડ્રાઇવરે રબોડી પોલીસ સ્ટેશનમાં આ ઘટનાની ફરિયાદ નોંધાવી છે. 
 

શિલ્પા શેટ્ટીની બહેન શમિતા શેટ્ટીની કારને મારી ટક્કર, ડ્રાઇવરની સાથે કરી મારામારી

નવી દિલ્હીઃ બોલીવુડ અભિનેત્રી અને રિયાલિટી શોની સ્પર્ધક રહેલી શમિતા શેટ્ટીની સાથે મુંબઈમાં દુર્વ્યવહારનો મામલો સામે આવ્યો છે. ન્યૂઝ એજન્સીના રિપોર્ટ પ્રમાણે, શમિતા શેટ્ટીની કારને ઠાણેના વિવિયાના મોલની પાસે બાઇકે ટક્કર મારી હતી. બાઇકમાં સવાર ત્રણ લોકોએ અભિનેત્રીના ડ્રાઇવરની સાથે મારામારી પણ કરી હતી. આ ઘટના મંગળવારે મોડી રાત્રે મુંબઈના ઠાણે વિસ્તારની છે. 

fallbacks

રિપોર્ટ પ્રમાણે, શમિતા શેટ્ટીના ડ્રાઇવરે રબોડી પોલીસ સ્ટેશનમાં આ ઘટનાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ડ્રાઇવરના નિવેદનના આધાર પર ત્રણેય વ્યક્તિ વિરુદ્ધ મામલો દાખલ કર્યો છે. 

શમિતાના ડ્રાઇવરના નિવેદન પ્રમાણે તે ત્રણેયે તેને લાફો માર્યો અને ધમકી પણ આપી છે. ભારતીય દંડ સંહિતાની કલમ  279, 323, 504, 506, 427 અને 34 હેઠળ આરોપીઓ વિરુદ્ધ મામલો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ પ્રમાણે દુર્ઘટનામાં સામેલ બાઇકની ઓળખ પણ કરી લીધી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More