Home> Entertainment
Advertisement
Prev
Next

Shah Rukh Khan ને શું સુજ્યું તો દીપિકાને છોડીને જ્હોનને કિસ કરી લીધી, કરન જોહર સાથે તો એવા સંબંધ છેકે...

Pathaan Movie Success: જ્હોન અબ્રાહમે કિંગ ખાન સાથેના પોતાના અનુભવો વિશે કહ્યુંકે, શાહરૂખ ખાનના વખાણ કરતા તેણે કહ્યું છે કે તે માત્ર એક એક્ટર નથી પરંતુ એક ઈમોશન છે. મને લાગે છે કે હું એક એક્શન હીરો છું, પરંતુ શાહરૂખ ખાન આ સમયે દેશનો નંબર વન એક્શન હીરો છે. બીજી તરફ શાહરૂખ ખાને પ્રેસ કોન્ફરન્સમાં દીપિકા માટે ગીત પણ ગાયું હતું. કિંગ ખાને ફિલ્મ ઓમ શાંતિ ઓમનું ગીત ‘તુમ કો પાયા હૈ’ ગાયું છે. આ સિવાય શાહરૂખ ખાને ઘણી બધી વાતો કરી.

Shah Rukh Khan ને શું સુજ્યું તો દીપિકાને છોડીને જ્હોનને કિસ કરી લીધી, કરન જોહર સાથે તો એવા સંબંધ છેકે...

Shah Rukh Khan Pathaan Movie Success: હાલમાં જ રિલીઝ થયેલી પઠાણ ફિલ્મની સફળતા બાદ એક પ્રેસ કોન્ફરન્સમાં ફિલ્મની સ્ટારકાસ્ટ એક સાથે જોવા મળી. જ્યાં સ્ટેજ પર દીપિકાએ શાહરૂખને પપ્પી કરી. બધાએ આ સીન જોઈને તાળીઓ પાડી. ત્યાં તો શાહરૂખને અચાનક શું સુજ્યું કે એણે જઈને સ્ટેજ પર બેસેલાં જ્હોન અબ્રાહમને કિસ કરી લીઘી. સાથે બેસેલી દીપિકા પાદુકોણ પણ એકદમ અવાક રહી ગઈ. જોતજોતામાં આ ઘટનાનો વીડિયો વાયુવેગે વાયરલ થઈ ગયો. જ્યારે પબ્લિકે કહ્યું કે, શાહરૂખ દીપિકાને પણ કિસ કરે ત્યારે સ્ટેજ પરથી જ શાહરૂખે કહી દીધું કે, ના દીપિકાને તો મેં પહેલાં પણ બહુ કિસ કરી છે. જોકે, તેણે આ વાત ફિલ્મના સંદર્ભમાં કહી હતી. 

fallbacks

સોશ્યિલ મીડિયામાં શાહરૂખ જ્હોનને કિસ કરી રહ્યો હોય એવા મિમ્સ અને ફોટા ખુબ ફરતા થયાં. લોકોએ નીચે જાતજાતની કોમેન્ટ કરી કે આ તો કંઈ નથી કરન જોહર સાથે તો શાહરૂખના એવા સંબંધ છેકે, તેની પત્ની ગૌરી પણ વચ્ચે નથી આવતી. આ લોકોના સંબંધો જગ જાહેર છે. કરન જોહર પણ ઘણીવાર બધાની સાથે શાહરૂખને આઈલવયૂ કહીને એ વાતનો એકરાર કરી ચુક્યો છેકે, તે શાહરૂખને કેટલો પ્રેમ કરે છે.

જ્હોન અબ્રાહમે કિંગ ખાન સાથેના પોતાના અનુભવો વિશે કહ્યુંકે, શાહરૂખ ખાનના વખાણ કરતા તેણે કહ્યું છે કે તે માત્ર એક એક્ટર નથી પરંતુ એક ઈમોશન છે. મને લાગે છે કે હું એક એક્શન હીરો છું, પરંતુ શાહરૂખ ખાન આ સમયે દેશનો નંબર વન એક્શન હીરો છે. બીજી તરફ શાહરૂખ ખાને પ્રેસ કોન્ફરન્સમાં દીપિકા માટે ગીત પણ ગાયું હતું. કિંગ ખાને ફિલ્મ ઓમ શાંતિ ઓમનું ગીત ‘તુમ કો પાયા હૈ’ ગાયું છે. આ સિવાય શાહરૂખ ખાને ઘણી બધી વાતો કરી.

ઉલ્લેખનીય છેકે, દેશ અને દુનિયાભરમાં કિંગખાનની પઠાણનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. ફિલ્મ રિલીઝના ચોથા દિવસે ભારત અને દુનિયામાં 200 અને 400 કરોડનો આંકડો પાર કરી ગઈ હતી, જ્યારે હવે પાંચમા દિવસે આ આંકડો વધી ગયો છે. વાસ્તવમાં રવિવાર રજા હોવાના કારણે પઠાણની કમાણી વધી છે. આ સાથે જ ફિલ્મની કમાણીના આંકડા પણ સામે આવ્યા છે, જેને જોઈને શાહરૂખના ચાહકોની ખુશી બેવડાઈ જવાની છે. દીપિકા પાદુકોણ, શાહરૂખ ખાન અને જ્હોન અબ્રાહમ સ્ટારર ફિલ્મ પઠાણે પાંચમી હિન્દી રિલીઝમાં રૂ. 58.50 કરોડની કમાણી કરી હતી. આ રીતે ફિલ્મે ભારતમાં માત્ર પ્રથમ પાંચ દિવસમાં 271 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.

ફિલ્મ પઠાણમાં શાહરૂખ ખાન અને જ્હોન અબ્રાહમનું જોરદાર એક્શન જોવા મળ્યું છે. દર્શકો બંનેની એક્શન ખૂબ પસંદ પડી રહી છે. પઠાણની શાનદાર સફળતા બાદ ફિલ્મની ટીમે સોમવારે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ દરમિયાન શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ, જોન અબ્રાહમ અને ફિલ્મના ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદ હાજર રહ્યા હતા. આ બધાએ ફિલ્મ સાથે જોડાયેલા પોતાના ઘણા અનુભવો શેર કર્યા. શાહરૂખ ખાન અને જ્હોન અબ્રાહમે પહેલીવાર ફિલ્મ પઠાણમાં સાથે કામ કર્યું છે.

 

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More