Home> Entertainment
Advertisement
Prev
Next

Sonakshi-Zaheer: ઝહીરે જ્યારે લગ્ન માટે માંગ્યો સોનાક્ષીનો હાથ ત્યારે શત્રુઘ્ન સિંહાનું આવું હતું રિએકશન

Sonakshi Sinha Zaheer Iqbal: સોનાક્ષી સિંહા એ પણ જણાવ્યું હતું કે તેણે સૌથી પહેલા તેના પિતા સાથે વાત કરી ત્યારે તે પણ ડરેલી હતી કારણ કે તેને ખબર ન હતી કે ઝહીરનું નામ સાંભળીને શત્રુઘ્ન સિંહા કેવું રિએક્શન આપશે?

Sonakshi-Zaheer: ઝહીરે જ્યારે લગ્ન માટે માંગ્યો સોનાક્ષીનો હાથ ત્યારે શત્રુઘ્ન સિંહાનું આવું હતું રિએકશન

Sonakshi Sinha Zaheer Iqbal: સોનાક્ષી સિંહા અને ઝહીર ઇકબાલે થોડા સમય પહેલા જ પરિવાર અને મિત્રોની હાજરીમાં સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ લગ્ન કર્યા છે. જોકે સોનાક્ષી સિન્હાના લગ્ન પહેલા ચર્ચાઓ એવી થઈ રહી હતી કે શત્રુઘ્ન સિંહા અને તેનો પરિવાર સોનાક્ષીના આ લગ્નથી ખુશ નથી. પરંતુ લગ્ન સમયે શત્રુઘ્ન સિંહા અને પૂનમ સિંહા સોનાક્ષી સિંહાની સાથે જોવા મળ્યા. હવે સોનાક્ષી સિંહા અને જહીર ઈકબાલ પણ પોતાના રિલેશનશિપ અને લગ્નને લઈને ખુલીને ચર્ચા કરવા લાગ્યા છે. લગ્ન સુધી બંનેએ પોતાના રિલેશનશિપને લઈને ચર્ચાઓ કરવાનું ટાળ્યું હતું. ત્યારે તાજેતરમાં ઝહીર ઈકબાલે શત્રુઘ્ન સિહાં વિશે એક મહત્વનો ખુલાસો કર્યો છે. 

fallbacks

આ પણ વાંચો: Nick-Priyanka: નિક જોનસે 6 વર્ષ પછી શેર કર્યો પ્રિયંકાને પ્રપોઝ કરી ત્યારનો ફોટો

ઝહીર ઈકબાલે પોતાના એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે જ્યારે તેણે સોનાક્ષી સિંહા સાથે લગ્ન કરવા છે તેવી વાત જણાવી તો તેમનું રિએક્શન કેવું હતું ? ઝહીર ઈકબાલે એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો કે તેણે સોનાક્ષી સિંહા સાથે લગ્ન કરવા છે તેવી વાત શત્રુઘ્ન સિંહાને કરી અને તેમની દીકરીનો હાથ માંગ્યો હતો. આ અનુભવ વિશે ઝહીરે જણાવ્યું હતું કે જ્યારે તે આ વાત કરવા સોનાક્ષીના ઘરે ગયો હતો ત્યારે ગભરાયેલો હતો કારણ કે તે દિવસ સુધી તેણે શત્રુઘ્ન સિંહા સાથે આમને સામને બેસીને વાતચીત કરી ન હતી. લગ્નની વાત કરતાં પહેલા તે બંને અનેક વિષયો પર ચર્ચા કરતા રહ્યા હતા. 

આ પણ વાંચો: ફેમસ એક્ટર લગ્નના બે જ મહિનામાં અન્ય અભિનેત્રી સાથે નગ્ન હાલતમાં પત્નીના હાથે પકડાયો

ઝહીર ઈકબાલે આગળ કહ્યું કે જ્યારે તેણે સોનાક્ષી સાથેના લગ્નની વાત શત્રુઘ્ન સિંહા સાથે કરી ત્યારે તેના મનમાં શત્રુઘ્ન સિંહા વિશે એક છાપ હતી કે તેઓ ગુસ્સાવાળા વ્યક્તિ છે. પરંતુ હકીકતમાં તે ખૂબ જ સાચા અને શાંત વ્યક્તિ છે. તેમણે સોનાક્ષી સિંહા અને ઝહીરના સંબંધોનું સમર્થન કર્યું હતું. 

આ પણ વાંચો: હાર્દિક પંડ્યા પહેલા અલી ગોનીને ડેટ કરી ચુકી છે નતાશા, આ કારણે કર્યું બ્રેકઅપ

સોનાક્ષી સિંહા એ પણ જણાવ્યું હતું કે તેણે સૌથી પહેલા તેના પિતા સાથે વાત કરી ત્યારે તે પણ ડરેલી હતી કારણ કે તેને ખબર ન હતી કે ઝહીરનું નામ સાંભળીને શત્રુઘ્ન સિંહા કેવું રિએક્શન આપશે. સોનાક્ષી સિંહાએ હિંમત કરીને શત્રુઘ્ન સિંહાને કહ્યું કે તેની જિંદગીમાં ઝહીર નામનો એક છોકરો છે. ત્યારે શત્રુઘ્ન સિંહાએ શાંતિથી કહ્યું કે હા તેને ખબર છે. સાથે જ કહ્યું હતું કે હવે તેઓ મોટા થઈ ગયા છે. મિયાં બીવી રાઝી તો ક્યા કરેગા કાઝી... આ વાત કરી તેણે સોનાક્ષી અને ઝહીરના લગ્નનું સમર્થન કર્યું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More