નવી દિલ્હીઃ છેલ્લા ઘણા સમયથી ટ્વીટર પર કંગના રનોત (Kangana Ranaut)નું યુદ્ધ ચાલી રહ્યું છે. જ્યાં એક તરફ કંગના નેપોટિઝમ વિરુદ્ધ બોલી રહી છે તો અનુરાગ કશ્યપ અને તેના નજીકનાઓ વચ્ચે પણ તેનું ટ્વીટર યુદ્ધ ચાલી રહ્યું છે. પરંતુ હવે અનુરાગ કશ્યપ કંગના સાથે સમાધાન કરવાના મૂડમાં જોવા મળી રહ્યાં છે તો બીજીતરફ ડાયરેક્ટર શેખર કપૂર (Shekhar Kapur) ખુલીને કંગનાના સમર્થનમાં આવી ગયા છે.
શેખર કપૂરે કહ્યુ કે કંગના રનોત (Kangana Ranaut) કોઈ શંકા વગર બોલીવુડની શાનદાર અભિનેત્રીઓમાંથી એક છે. તેણે એક લાંબી સરફ કાપી છે અને તેની ચમકદાર સફળતા આ વાતનો પૂરાવો છે.
ડાયરેક્ટર શેખર કપૂરે ટ્વીટર પર પોતાની વાત લખીને અભિનેત્રીની પ્રશંસા કરી છે. તેમણે પ્રશંસા કરતા કહ્યું કે, કંગનાએ ખુદને એક આંચકામાંથી બહાર લાવી દવાના રૂપમાં બદલી દીધી છે.
શેખર કપૂરે લખ્યુ છે, ફેશન, ફિલ્મ, એક યુવા યુવતી, નર્વસને ભાવનાત્મક રૂપથી ઉખેડી નાખી. તેનું નામ એક મંચ પર જાહેર કરવામાં આવી રહ્યું હતું. તે એક ટોપ મોડલ હતી. આ એક શોટ હતો. કંગનાએ એક દુખમાંથી નિકળીને એક દવાના રૂપમાં ખુદને બદલી નાખી. આ પ્રતિભાશાળી અભિનય હતો. અવિસ્મરણીય @KanganaTeam'
Fashion, the film. A Young girl nervous, emotionally wrecked Drugged. Her name being announced on stage. She was after all, a top model. It was one shot. Kangana transformed herself from a wreck to a Diva as she walked on the ramp. It was genius acting. Unforgettable @KanganaTeam
— Shekhar Kapur (@shekharkapur) July 26, 2020
તમને જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂતના મોત બાદથી સોશિયલ મીડિયા પર હંગામો ચાલી રહ્યો છે. કંગના અને શેખર કપૂર બંન્ને સુશાંતની સાથે થયેલા ખરાબ વ્યવહારની વાત કરી રહ્યાં છે.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે