Home> Entertainment
Advertisement
Prev
Next

શાહરૂખની KKR વાળી પાર્ટી: આ અભિનેત્રીએ શેર કર્યો જૂના ઈન્ટરવ્યુનો Video, બોલીવુડ પાર્ટી, ડ્રગ્સ, કિક, પર કરી એવી વાતો....

બોલીવુડના સુપરસ્ટાર શાહરૂખ ખાન (Shahrukh Khan) ના પુત્ર આર્યન ખાન  (Aryan Khan) હાલ NCB ની કસ્ટડીમાં છે. તેની ડ્રગ્સ કેસમાં ધરપકડ થઈ છે. આવામાં બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાંથી અનેક કલાકારો શાહરૂખ ખાનના સપોર્ટમાં ઉતર્યા છે અને આર્યન ખાન પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી રહ્યા છે. પરંતુ એક અભિનેત્રી એવી છે જેણે એક જૂનો વીડિયો શેર કરીને ભલભલા મોટા માથાની પોલ ખોલી છે. 

fallbacks

અભિનેત્રી શર્લિન ચોપડાએ જૂના ઈન્ટરવ્યુની એક ક્લિપ શેર કરી જેમાં શાહરૂખ ખાનની આઈપીએલ ફ્રેન્ચાઈઝી ટીમ કેકેઆરની એક પાર્ટીનો ઉલ્લેખ કરાયો છે. જેમાં ડ્રગ્સનું સેવન થયું હોવાનો તેણે દાવો કર્યો છે. શર્લિન ચોપડાએ જોકે આ ઈન્ટરવ્યુમાં કોઈના નામનો ઉલ્લેખ તો નથી કર્યો પરંતુ તેણે કેકેઆર ટીમનો ઉલ્લેખ કર્યો છે જેના માલિક શાહરૂખ ખાન જ છે. 

Shahrukh Khan ના પુત્ર Aryan Khan પર લાગી છે NDPS એક્ટની કલમો, જાણો સજાની શું છે જોગવાઈ?

શર્લિને આ પાર્ટી અંગે વાત કરતા કહ્યું કે ડાન્સ કરતા કરતા જ્યારે હું થાકી ગઈ તો પરસેવો છૂટવા લાગ્યો અને હું વોશરૂમમાં ગઈ અને વોશરૂમનો દરવાજો ખોલ્યો તો મે જે જોયું તે જોઈને એકદમ સ્તબ્ધ થઈ ગઈ. હું વિચારમાં પડી ગઈ. મને લાગ્યું કે શું હું કોઈ ખોટી જગ્યાએ તો નથી પહોંચી ને. પરંતુ હું ત્યાં જ હતી. ત્યાં સ્ટારની પત્નીઓ અરીસાની સામે ઊભી રહીને વ્હાઈટ પાઉડર લઈ Snort  કરી રહી હતી. અચાનક મારી સામે આવા દ્રશ્યો આવી ગયા તો હું શોક થઈ ગઈ. મે તેમને સ્માઈલ આપ્યું અને ઈગ્નોર કરવું જ જરૂરી સમજ્યું. 

અભિનેત્રીએ વધુમાં કહ્યું કે મે જોયું કે બધા પોત પોતાની રીતે ચિલ કરી રહ્યા હતા. મે ત્યાં બધાને એક્નોલોજ કર્યા. શાહરૂખ ખાન અને તેમના ફ્રેન્ડ્સને મળીને મે વિદાય લીધી અને ત્યાંથી નીકળી ગઈ. મને તે દિવસ સમજમાં આવ્યું કે બોલીવુડમાં કેવા પ્રકારની પાર્ટીઓ થાય છે. 

અત્રે જણાવવાનું કે શર્લિન ચોપડા છેલ્લા કેટલાક સમયથી બોલીવુડ ઈન્ડસ્ટ્રીને  લઈને કઈક ને કઈક ખુલાસો કરતી રહે છે. હવે જ્યારે શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન એનસીબીની કસ્ટડીમાં છે ત્યારે આવામાં શર્લિને બોલ બોલીવુડને આપેલા ઈન્ટરવ્યુમાં કેકેઆર ટીમની ડ્રગ પાર્ટી પર મોટો આરોપ લગાવ્યો છે. જો કે તેણે આ દરમિયાન કોઈનું વ્યક્તિગત રીતે નામ લીધુ નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More