Home> Entertainment
Advertisement
Prev
Next

Pornography Case: પતિ રાજ કુન્દ્રાના વિવાદ પર શિલ્પા શેટ્ટીએ તોડ્યું મૌન, અભિનેત્રીએ જાહેર કર્યું સત્તાવાર નિવેદન

બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા આ દિવસોમાં જેલમાં છે. અભિનેત્રીએ આ સમગ્ર મામલે પ્રથમવાર સત્તાવાર નિવેદન આપ્યું છે. 
 

Pornography Case: પતિ રાજ કુન્દ્રાના વિવાદ પર શિલ્પા શેટ્ટીએ તોડ્યું મૌન, અભિનેત્રીએ જાહેર કર્યું સત્તાવાર નિવેદન

મુંબઈઃ બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા આ દિવસોમાં પોર્ન વીડિયો બનાવવાના મામલામાં જેલમાં છે. અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ આ વિવાદ પર પ્રથમવાર મૌન તોડ્યુ છે. શિલ્પા શેટ્ટીએ આજે નિવેદન જારી કર્યું છે. 

fallbacks

અભિનેત્રીએ લખ્યું છે- મેં આ મામલા પર અત્યાર સુધી કોઈ ટિપ્પણી કરી નથી, આગળ પણ કરીશ નહીં કારણ કે કેસ કોર્ટમાં છે. અભિનેત્રીએ આજે સોશિયલ મીડિયા પર લખ્યું છે- હાં, છેલ્લા કેટલાક દિવસ મારા માટે ખુબ મુશ્કેલ ભર્યા રહ્યાં છે. મારા અને પરિવાર ઉપર ઘણા આરોપ લાગ્યા છે. મને ટ્રોલ કરવામાં આવી છે. માત્ર મને જ નહીં મારા પરિવારને ઘસેડવામાં આવી છે. મેં આ મામલા પર અત્યાર સુધી કોઈ ટિપ્પણી કરી નથી, આગળ પણ કરીશ નહીં આ મામલો કોર્ટમાં છે. તમે લોકો મારા વિરુદ્ધ ખોટા કોટ લખવાનું બંધ કરો. 

અભિનેત્રીએ લખ્યુ- મારી ફીલોસોફી તે છે કે કોઈને કંપ્લેન ન કરો, કોઈને એક્સ્પ્લેન ન કરો. 

આ પણ વાંચોઃ સામે આવ્યું Raj Kundra ની ધરપકડનું સાચુ કારણ! 51  'અશ્લીલ ફિલ્મો'ના ખેલનો પર્દાફાશ

અભિનેત્રીએ કહ્યું કે, તેને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ મામલામાં નિષ્પક્ષ તપાસ થશે. અભિનેત્રીએ લખ્યું- હું માત્ર એટલું કહેવા ઈચ્છુ છું કે આ મામલાની તપાસ ચાલી રહી છે અને મને મુંબઈ પોલીસ તથા આપણી ન્યાયપાલિકા પર સંપૂર્ણ વિશ્વાસ છે.

પોતાના સ્ટેટમેન્ટમાં આગળ શિલ્પાએ એક અપીલ કરી છે. તેણે આગળ લખ્યું છે- મેં એક માં હોવાના નાતે મારા બાળકોની પ્રાઇવેસી માટે વિનંતી કરુ છું. અમારા વિશે કોઈ સમાચાર વેરિફાઇ કર્યા વગર છાપો નહીં. 

અભિનેત્રીએ તે પણ કહ્યું કે, તે ભારતની નાગરિક છે અને તમામ કાયદાનું પાલન કરે છે. તે 29 વર્ષથી મહેનતથી કામ કરી રહી છે. તેનું કહેવું છે કે લોકો તેના પર વિશ્વાસ કરે છે અને કોઈને પણ નિરાશ કરશે નહીં. 

સૌથી છેલ્લે તેણે લખ્યું છે- મને અને મારા પરિવારને નિજતાનો અધિકાર છે. મીડિયા ટ્રાયલ ન કરો. કાયદાને પોતાનું કામ કરવા દો. સત્યમેવ જયતે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More