Home> Entertainment
Advertisement
Prev
Next

Sukhee ફિલ્મમાં શિલ્પા શેટ્ટી બની બેશરમ, બેધડક અને બેપરવાહ, જુઓ Trailer

Sukhee Trailer: ફિલ્મ સુખીમાં શિલ્પા શેટ્ટી સાથે કુશા કપિલા, પવલીન ગુજરાલ, દિલનાઝ ઈરાની અને ચૈતન્ય ચૌધરી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મનું ટ્રેલર તાજેતરમાં રિલીઝ કરવામાં આવ્યું છે. ટ્રેલર સાથે ફિલ્મ મેકર્સે લખ્યું છે કે દરેક મહિલામાં એક બેધડક, બેશરમ અને બેપરવાહ સુખી છુપાયેલી હોય છે.

Sukhee ફિલ્મમાં શિલ્પા શેટ્ટી બની બેશરમ, બેધડક અને બેપરવાહ, જુઓ Trailer

Sukhee Trailer: ગયા વર્ષે ફિલ્મ નિકમ્મામાં જોવા મળેલી શિલ્પા શેટ્ટી હવે સુખી ફિલ્મમાં જોવા મળશે. સોનલ જોશીની આ ફિલ્મ એક ફેમિલી ડ્રામા છે. જેમાં મુખ્ય ભૂમિકામાં સુખી એટલે કે શિલ્પા શેટ્ટી જોવા મળશે. સુખપ્રીત કાલરા એટલે કે સુખી 20 વર્ષ પછી પોતાની સ્કૂલના રીયૂનિયનમાં ભાગ લે છે. ફિલ્મમાં જોવા મળશે કે સુખી પોતાની રૂટીન લાઈફથી કંટાળી ગઈ છે અને જીવનમાં તેને એક થ્રિલ જોઈએ છે. તેનું જીવન સ્કૂલના રીયુનિયનથી બદલી જાય છે. 

fallbacks

આ પણ વાંચો:

Jaane Jaan ફિલ્મમાં પહેલીવાર જોવા મળશે કરીનાનો ઈંટેંસ અવતાર, જુઓ Trailer

Trailer: ચૂચા સહિત Fukrey 3 ની ટોલી કરશે જબરદસ્ત જુગાડ, પંડીતજી હસાવશે પેટ પકડીને

રાજશ્રી બેનરની ફિલ્મ Dono થી ડેબ્યુ કરશે રાજવીર દેઓલ અને પલોમા,જુઓ Trailer

ફિલ્મ સુખીમાં શિલ્પા શેટ્ટી સાથે કુશા કપિલા, પવલીન ગુજરાલ, દિલનાઝ ઈરાની અને ચૈતન્ય ચૌધરી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મનું ટ્રેલર તાજેતરમાં રિલીઝ કરવામાં આવ્યું છે. ટ્રેલર સાથે ફિલ્મ મેકર્સે લખ્યું છે કે દરેક મહિલામાં એક બેધડક, બેશરમ અને બેપરવાહ સુખી છુપાયેલી હોય છે. આ ફિલ્મ મહિલાઓને આ વાત સમજાવવા માટે બનાવવામાં આવી છે.

જણાવી દઈએ કે શિલ્પા શેટ્ટી છેલ્લા ઘણા સમયથી ફિલ્મોથી દૂર હતી. તેની છેલ્લી ફિલ્મ નીકમ્માં હતી. જે બોલીવુડમાં ફ્લોપ સાબિત થઈ હતી. તે ફિલ્મ પહેલા ઓટીટી પર રિલીઝ થયેલી હંગામા ટુ માં પણ શિલ્પા શેટ્ટીને આલોચનાનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે હવે 22 સપ્ટેમ્બરે સિનેમા ઘરોમાં શિલ્પા શેટ્ટીની ફિલ્મ સુખી રિલીઝ થશે. 

શિલ્પા શેટ્ટીની ફિલ્મ સુખી થિયેટર રિલીઝ પછી એમેઝોન પ્રાઈમ વીડિયો પર જોવા મળશે. જોકે એમેઝોન પર આ ફિલ્મ ક્યારે રિલીઝ થશે તે વાતનો ખુલાસો હજી સુધી થયો નથી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More