Home> Entertainment
Advertisement
Prev
Next

Shilpa Shetty એ શેર કર્યો પુત્રી Samisha નો એકદમ ક્યૂટ VIDEO

બોલીવુડ (Bollywood) અભિનેત્રી અને ફિટનેસ આઈકોન શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે. પોતાના પરિવારથી લઈને શૂટ સુધીની દરેક જાણકારી તે પોતાના ફેન્સ સાથે શેર કરે છે. આજે શિલ્પા શેટ્ટીએ એક એવો વીડિયો શેર કર્યો છે જેના પર તેના ફેન્સ ખુબ પ્રેમ વરસાવી રહ્યા છે. આ વીડિયોમાં શિલ્પા શેટ્ટીની પુત્રી સમીષા (Samisha) જોવા મળી રહી છે. 

Shilpa Shetty એ શેર કર્યો પુત્રી Samisha નો એકદમ ક્યૂટ VIDEO

નવી દિલ્હી: બોલીવુડ (Bollywood) અભિનેત્રી અને ફિટનેસ આઈકોન શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે. પોતાના પરિવારથી લઈને શૂટ સુધીની દરેક જાણકારી તે પોતાના ફેન્સ સાથે શેર કરે છે. આજે શિલ્પા શેટ્ટીએ એક એવો વીડિયો શેર કર્યો છે જેના પર તેના ફેન્સ ખુબ પ્રેમ વરસાવી રહ્યા છે. આ વીડિયોમાં શિલ્પા શેટ્ટીની પુત્રી સમીષા (Samisha) જોવા મળી રહી છે. 

fallbacks

એક વર્ષની થઈ સમીષા
વાત જાણે એમ છે કે આજે એટલે કે 15મી ફેબ્રુઆરીના રોજ શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) ની પુત્રી સમીષા (Samisha) એક વર્ષની થઈ ગઈ છે. તેની પહેલી બર્થડે પર શિલ્પાએ ખુબ જ ક્યૂટ વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં પિંક અને સફેદ ડ્રેસમાં સમીષા એટલી ક્યૂટ લાગે છે કે લોકો તેને વારંવાર જોઈ રહ્યા છે. જુઓ વીડિયો...

શિલ્પાએ દીકરીને પૂછ્યો આ સવાલ
આ વીડિયો માત્ર 3 કલાકમાં 7 લાખથી વધુવાર જોવાઈ ચૂક્યો છે. વીડિયોમાં શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) નો અવાજ પણ સંભળાય છે. વીડિયોમાં વચ્ચે શિલ્પા સમીષાને પૂછે છે કે સમીષા કિસ કા બેબી હૈ તો દીકરી બોલે છે મમ્મા કી. આ વાત સાંભળતા જ શિલ્પા શેટ્ટી હસી પડે છે. 

જો તમે આ ગીતો જાહેરમાં ગાશો તો થવું પડશે જેલ ભેગા! એકવાર વાંચી લેજો નહીં તો 'પડશે' તકલીફ

કેપ્શનમાં જતાવ્યો ભરપૂર પ્રેમ
આ વીડિયોને શેર કરતા શિલ્પા શેટ્ટીએ એક ઈમોશનલ કેપ્શન પણ લખી છે. શિલ્પાએ લખ્યું છે કે તમારા મોઢામાંથી મમ્મા સાંભળીને ખુબ સારું લાગે છે. આજે તું એક વર્ષની થઈ ગઈ અને આ માટા માટે સૌથી મોટી ગિફ્ટ છે. તારા ચહેરા પર આ પ્યારી મુસ્કાન. તારા પહેલા દાંતથી લઈને પહેલા શબ્દ સુધી...તારી પહેલી મુસ્કાનથી લઈને તમારા પહેલા ક્રોલ સુધી. આ વીડિયોના અંતમાં શિલ્પાએ સમીષા (Samisha) ની અનેક તસવીરો પણ એડ કરી છે. 

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો શિલ્પા બહુ જલદી બે ફિલ્મોમાં જોવા મળશે. તે હાલ ફિલ્મ નિકમ્મા અને હંગામા 2ના શુટિંગમાં વ્યસ્ત છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More