Home> Entertainment
Advertisement
Prev
Next

જુના અંગુરી ભાભીએ લીધો કરિયરને જબરો વળાંક આપતો નિર્ણય, બધી એક્ટ્રેસમાં નથી હોતો આવો દમ

શિલ્પા શેટ્ટીએ વિવાદિત શો બિગ બોસ 11ની વિજેતા પણ રહી ચુકી છે

જુના અંગુરી ભાભીએ લીધો કરિયરને જબરો વળાંક આપતો નિર્ણય, બધી એક્ટ્રેસમાં નથી હોતો આવો દમ

મુંબઈ : ટેલિવિઝનની જાણીતી એક્ટ્રેસ શિલ્પા શિંદે હવે કોંગ્રેસ પક્ષમાં શામેલ થઈ ગઈ છે. શિલ્પાને ટીવી સિરિયલ ભાભીજી ઘર પર હૈંમાં અંગુરી ભાભીના રોલ માટે ભારે લોકપ્રિયતા મળી હતી. જોકે પછી વિવાદને કારણે શોમાંથી તેને દરવાજો દેખાડી દેવામાં આવ્યો હતો અને તેના પાત્રને રિપ્લેસ કરી દેવામાં આવ્યું હતું. આ પછી શિલ્પા બિગ બોસ 11નો હિસ્સો બની હતી અને એમાં તે વિજેતા સાબિત થઈ હતી. આ શો દરમિયાન તેને સલમાનનો સારો સાથ મળ્યો હતો. 

fallbacks

શિલ્પા હાલમાં મંગળવારે એક કાર્યક્રમનો હિસ્સો બની હતી જેમાં એલાન કરવામાં આવ્યું હતું કે તે રાજકીય પક્ષ કોંગ્રેસમાં શામેલ થઈ ગઈ છે. આ કાર્યક્રમ દરમિયાન મહારાષ્ટ્ર એકમના અધ્યક્ષ સંજય નિરુપમ તેમજ નેતા ચરણ સિંહ સપરા પણ હતા. સંજય નિરુપમે શિલ્પા શિંદને એક ગુલદસ્તો આપીને તેમને કોંગ્રેસમાં શામેલ થવાની વધામણી આપી હતી.

બિગ બોસ 11 વખતે શિલ્પાને ચાહકોને બહુ પ્રેમ મળ્યો હતો જેમાં ટ્વિટર જેવા પ્લેટફોર્મનો મોટો ફાળો હતો. જોકે, થોડા દિવસ પહેલાં શિલ્પાએ પોતાનું ટ્વિટર એકાઉન્ટ બંધ કરી દીધું હતું. પોતાના અ નિર્ણય વિશે શિલ્પાએ સ્પષ્ટતા કરી હતી કે હું જે ઇચ્છા સાથે ટ્વિટર સાથે જોડાઈ હતી એ ઇચ્છા પુરી નથી થઈ. શિલ્પાનો દાવો છે કે ટ્વિટર પર બહુ નકારાત્મકતા છે અને આ કારણે તે ટ્વિટરથી દૂર થઈ રહી છે. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More