Home> Entertainment
Advertisement
Prev
Next

INSIDE VIDEO : આકાશ અંબાણીના પ્રી વેડિંગ સેલિબ્રેશનમાં શ્લોકાનો જબરદસ્ત ડાન્સ, જોઈને મોમાં નાખી જશો આંગળાં

શ્લોકાએ આમિર ખાન અને શાહરૂખ ખાન જેવી સેલિબ્રિટીઓ સાથે ડાન્સ કર્યો હતો

INSIDE VIDEO : આકાશ અંબાણીના પ્રી વેડિંગ સેલિબ્રેશનમાં શ્લોકાનો જબરદસ્ત ડાન્સ, જોઈને મોમાં નાખી જશો આંગળાં

નવી દિલ્હી : હાલમાં સ્વિટ્ઝર્લેન્ડ મિની બોલિવૂડ બની ગયું છે. અહીં અંબાણી પરિવારનું પ્રી વેડિંગ સેલિબ્રેશન ચાલી રહ્યું છે. અંબાણી પરિવાર આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના લગ્નનું સેલિબ્રેશન કરી રહ્યો છે. હાલમાં તેમના વીડિયો સામે આવ્યા છે જેમાં તેઓ બોલિવૂડના ગીતો પર ધમાલ ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. 

fallbacks

હાલમાં આ પાર્ટીના કેટલાક ઇનસાઇડ વીડિયો વાઇરલ બન્યા છે. આ વીડિયોમાં આમિર ખાન આ લગ્નનમાં ઉત્સાહથી ભાગ લેતો દેખાઈ રહી છે. આ તમામ વીડિયોમાં શ્લોકા મહેતા અને આમિર ખાનનો ડાન્સ વીડિયો જબરદસ્ત છે. 

એક વીડિયોમાં આમિર ખાન પોતાની જાતને છોકરીપક્ષનો ગણાવે છે. આમિરનો દાવો છે કે તે 30 વર્ષથી મહેતા પરિવાર સાથે જોડાયેલો છે અને તેણે બાળપણથી શ્લોકાને જોઈ છે. અંબાણી અને મહેતા પરિવારના આ કાર્યક્રમમાં બોલિવૂડના ટોચના સ્ટાર્સે હાજરી આપી છે. આકાશ અને શ્લોકાની સગાઈ ગયા વર્ષે માર્ચ મહિનામાં થઈ હતી અને આવતા મહિને તેઓ લગ્નનના બંધનમાં બંધાશે. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More