મુંબઈ : સોનભદ્રમાં ભોજપુરી ફિલ્મના શૂટિંગ માટે મુંબઈથી આવેલી ટીમ પર હુમલો થયો હતો. ફિલ્મ એક્ટ્રેસ રીતુ સિંહ સાથે લગ્ન કરવાની જીદ લઈને જૌનપુરનો એક યુવક તેના રુમ સુધી પહોંચી ગયો હતો. જ્યારે રિતુ સિંહે વિરોધ કર્યો ત્યારે આ યુવકે ગોળીબાર કર્યો. જોકે, પોલીસ તરત જ પહોંચી હતી અને યુવકની ધરપકડ કરવામાં આવી હતી. ઉત્તર પ્રદેશના સોનભદ્રમાં ભોજપુરીની ફિલ્મના શૂટિંગ માટે આવેલી ટીમ પર શનિવારે હુમલો થયો હતો. સોનભદ્રમાં ફિલ્મના શૂટિંગ માટે મુંબઈથી 64 સભ્યોની એક ટીમ આવી હતી ત્યારે તેમની સાથે આ ઘટના બની હતી. શૂટિંગ માટે આવેલી ટીમ જે હોટલમાં રોકાઈ હતી. ત્યાં ભોજપુરી ફિલ્મ્સની એક્ટ્રેસ રીતુ સિંહના રુમમાં ગોળીબાર થવાનો અવાજ સંભળાયો હતો.
આ તકે પહોંચેલી પોલીસે વિસ્તારમાં ઘેરાબંધી કરીને આરોપીને પકડવા માટે અભિયાન ચલાવ્યું અને આરોપીની ગન સાથે ધરપકડ કરી હતી. આરોપી પંકજ યાદવ જૌનપુરનો રહેવાસી છે અને એક્ટ્રેસ રીતુ સિંહ સાથે લગ્નની જીદ પકડીને બેઠો હતો. જ્યારે એક્ટ્રેસ સાથે દલીલ થઈ રહી હતી ત્યારે ક્રુનો એક સભ્ય બચાવ કરવા માટે વચ્ચે પડ્યો હતો. આરોપીએ તેને કમરમાં ગોળી મારી હતી. આ ઘટનાની સૂચના મળતા જ પોલીસ ત્યાં પહોંચી હતી. જેના પર પણ આરોપીએ ફાયરિંગ કર્યું હતું.
આ સમગ્ર ઓપરેશનનું નેતૃત્વ એસપી એસ.જે.પાટિલે કર્યું હતું. તેઓ પોતે જ રુમમાં ઘૂસ્યા હતાં અને આરોપીને પકડ્યો હતો. ફાયરિંગમાં એસપીને પણ ઇજા થઈ છે. હુમલામાં ઘાયલ થયેલા ક્રુ મેમ્બર અશોકને સારવાર માટે વારાણસી ખસેડવામાં આવ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે