Home> Entertainment
Advertisement
Prev
Next

બોલીવુડ સિંગર Shreya Ghoshal માતા બની, સોશિયલ મીડિયા પર આપી જાણકારી

શ્રેયા ઘોષાલ માતા બની છે. તેણે પુત્રને જન્મ આપ્યો છે. બોલીવુડ સિંગરે શનિવારે બપોરે પુત્રને જન્મ આપ્યો છે.
 

બોલીવુડ સિંગર Shreya Ghoshal માતા બની, સોશિયલ મીડિયા પર આપી જાણકારી

નવી દિલ્હીઃ શ્રેયા ઘોષાલ માતા બની છે. તેણે પુત્રને જન્મ આપ્યો છે. બોલીવુડ સિંગરે શનિવારે બપોરે પુત્રને જન્મ આપ્યો છે. તેણે સોશિયલ મીડિયા પર આ ખુશખબર આપી છે. ત્યારબાદ તેના ફેન્સ શુભેચ્છાઓ આપી રહ્યા છે. ગાયિકા શ્રેયા ઘોષાલ અને પતિ શિલાદિત્ય માતા-પિતા બની ગયા છે. 

fallbacks

શ્રેયાએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરી આ જાણકારી આપી હતી. તેણે લખ્યું કે- ભગવાનના આશીર્વાદથી  એક અણમોલ પુત્રનો જન્મ બપોરે થયો છે. આવી ભાવના મને પહેલા ક્યારેય થઈ નથી. શિલાદિત્ય અને હું, અમારા પરિવારમાં બધા ખુશ છે. તમારા બધાની શુભેચ્છા માટે આભાર. ત્યારબાદ અનેક લોકો શ્રેયા ઘોષાલને શુભેચ્છા આપી રહ્યાં છે. ગાયિકા નીતિ મોહને લખ્યું- ખુબ ખુબ શુભકામનાઓ. આ ખુશીના સમાચાર છે. હું આશા કરુ છું કે તમે અને બેબી સ્વસ્થ હશો. 

તો ગાયક અને કંપોઝર શેખર રાવજિયાનીએ લખ્યુ કે- અભિનેંદન. ગાયક રાજ પંડિતે લખ્યુ છે, શ્રેયા ઘોષાલ શુભેચ્છા, ભગવાન તમને સ્વસ્થ રાખે. શ્રેયાએ બોલીવુડની અનેક ફિલ્મોમાં ગીત આપ્યા છે. તેનો અવાજ ખુબ પસંદ કરવામાં આવે છે. તો બોલીવુ સિંગર સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ રહે છે. 

આ પણ વાંચોઃ Sushmita Sen ના ઘરે થશે નવા મહેમાનની એન્ટ્રી, શું સુશ આપવાની છે કોઈ ખુશખબરી?

આ સિવાય શ્રેયા રિયાલિટી શોમાં પણ જોવા મળતી હોય છે. તે ઘણા શોમાં જજ રહી ચુકી છે. તે ખાનગી શો પણ કરી ચુકી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More