Home> Entertainment
Advertisement
Prev
Next

દિવાળીએ ભાણીને યાદ આવ્યા મામા સુશાંતસિંહ, લખી રડાવી દે તેવી ભાવુક પોસ્ટ 

મલ્લિકાએ મામા સુશાંત સાથેની પોતાની એક તસવીર શેર કરી છે. આ તસવીરમાં સુશાંત ભાણી મલ્લિકાને પકડીને વ્હાલ કરી રહ્યા છે

દિવાળીએ ભાણીને યાદ આવ્યા મામા સુશાંતસિંહ, લખી રડાવી દે તેવી ભાવુક પોસ્ટ 

ઝી મીડિયા/બ્યૂરો :બોલિવુડ એક્ટર સુશાંતસિંહ રાજપૂત (Sushant Singh Rajput) ના નિધનને ગઈકાલે શનિવારે 14 તારીખે પાંચ મહિના પૂરા થઈ ગયા છે. રાજપૂત પરિવારની સુશાંત વગરની આ પહેલી દિવાળી છે. ત્યારે તેમની ભાણી મલ્લિકા સિંહે આ દુખદ પ્રસંગે પોતાના મામા માટે એક ભાવુક કરી દે તેવો મેસેજ લખ્યો છે. સુશાંત 14 જૂનના રોજ મુંબઈમાં પોતાના બ્રાન્દ્રા સ્થિત એપાર્ટમેન્ટમાં મૃત મળી આવ્યા હતા. જેના પર હજી પણ તપાસ ચાલુ છે. 

fallbacks

મલ્લિકાએ મામા સુશાંત સાથેની પોતાની એક તસવીર શેર કરી છે. આ તસવીરમાં સુશાંત ભાણી મલ્લિકાને પકડીને વ્હાલ કરી રહ્યા છે. બંને કેમેરા તરફ જોઈને હાસ્ય કરી રહ્યાં છે. આ પોસ્ટમાં મલ્લિકાએ પોસ્ટમાં લખ્યું કે, ભગવાને તમને એમની પાસે રાખી લીધા છે. મેં તમને મારા દિલમાં રાખ્યા છે, પાંચ મહિનાથી....

આ પણ વાંચો : કલ્યાણપુરના ઠાકોર પરિવારમાં દિવાળીએ માતમ છવાયો, કારે ટક્કર મારતા 3 જુવાનજોધ દીકરાના મોત

fallbacks

મલ્લિકા હંમેશા સુશાંતને યાદ કરવા અને ટ્રોલર્સને જવાબ આપવા માટે ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ કરે છે. બીજી તરફ દિવંગત અભિનેતાની બહેન શ્વેતા સિંહ કીર્તિ લોકોને પોતાના ભાઈ સુશાંતની જેમ તહેવાર ઉજવવા આગ્રહ કરી રહી છે.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mallika (@_mallika_singh)

શ્વેતા દ્વારા શેર કરાયેલી પોસ્ટમાં લખાયું છે કે, આ દિવાળી સુશાંતની રીતે ઉજવીએ. સુશાંતને તમામના જીવનમાં ખુશીઓ લાવવુ બહુ જ પસંદ હતું. તો આવો આ દિવાળીએ પર કંઈ એવુ કરીએ, જે સુશાંતે કર્યું હતું. સ્થાનિક નાના વેપારીઓ, ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને દીવા આપીએ. જેથી તેઓ પણ આ તહેવાર ઉજવી શકે. તે લોકોને મીઠાઈ આપવાનું રાખો, જેઓ મીઠાઈ ખરીદી શકવા સક્ષમ નથી. માનવતાને જીવંત રાખો અને જરૂરિયાતમંદની મદદ કરો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More