Shweta Tiwari-Ronit Roy: ટીવી સીરીયલ કસૌટી ઝિંદગી કીના ચાહકોએ મિસ્ટર બજાજ અને પ્રેરણાની જોડીને ખૂબ પસંદ કરી હતી. હવે તેમના ચાહકો ફરીથી આ જોડીને ટીવી સ્ક્રીન પર જોઈ શકશે તેવું લાગે છે. 22 વર્ષ બાદ પ્રેરણા અને મિસ્ટર બજાજ ફરીથી રોમાન્સ કરતા જોવા મળશે. આ વાત તરફ ઈશારો કરતી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. ચર્ચાઓ છે કે પ્રેરણા એટલે કે શ્વેતા તિવારી અને મિસ્ટર બજાજ એટલે કે રોનિત રોયની જોડી ફરી એકવાર રોમાન્સ કરતી જોવા મળશે.
નવો પ્રોજેક્ટ
આ પણ વાંચો:
શાહરુખ ખાનની ફિલ્મ જવાન કયા ઓટીટી પ્લેટફોર્મ પર અને ક્યારે થશે રિલીઝ જાણી લો ફટાફટ
આ તારીખે રિલીઝ થશે સલમાન ખાનની ફિલ્મ ટાઈગર 3 નું ટ્રેલર, શાહરુખનો તુટશે રેકોર્ડ
એકશન જોઈ જીવ થશે અદ્ધર, સંજય દત્તનો ખૂંખાર લુક ડરાવશે તમને, જુઓ લિયો ફિલ્મનું ટ્રેલર
અભિનેતા રોનિત રોય એ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શ્વેતા તિવારી સાથેની કેટલીક તસવીરો શેર કરી છે. તસવીરોમાં રોનિત સૂટ-બૂટમાં જોવા મળે છે જ્યારે શ્વેતા તિવારી તેના વાળમાં ગુલાબ સાથે બ્રાઈટ સિક્વિન સાડીમાં જોવા મળે છે. રોનિત રોય એ આ ફોટા સાથે એક કેપ્શન પણ લખ્યું છે. જેમાં રોનિતે લખ્યું છે કે, અમારા જુનૂનની સુગંધ અમારા દિલની વાત કહે છે, રોમાંસની આ ચંચળ ક્ષણોમાં અમારી સાથે રહો...
રોનિત રોટની આ નવી પોસ્ટ પરથી લાગે છે કે તેઓ એક નવા પ્રોજેક્ટ સાથે એકસાથે જોવા મળવાના છે. જો કે આ અંગે વધારે વિગતો સામે આવી નથી. આ પ્રોજેક્ટ કયો છે તેના વિશે પણ રોનિત રોયે જાહેરાત કરી નથી.
જો રે વર્ષો પછી ટીવીની આ સુપરહીટ જોડીને એકસાથે જોઈ અને તેના ચાહકો ઉત્સાહમાં આવી ગયા છે. રોનિત અને શ્વેતાના ફોટો એકસાથે જોયા બાદ લોકો પણ કોમેન્ટ કરી પ્રશ્નો પુછવા લાગ્યા છે. એક યુઝરે પોસ્ટ પર કોમેન્ટ કરતાં લખ્યું છે કે શું તેઓ કોઈ OTT વેબ સિરીઝ કે ટીવી શોમાં સાથે આવવાના છે? તો બીજાએ લખ્યું છે કે, ફોટો જોઈને ધબકારા વધી ગયા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે