Home> Entertainment
Advertisement
Prev
Next

શ્વેતા તિવારીના બીજા લગ્નમાં પણ મોટી ગડબડ, આપી દીધું બોલ્ડ નિવેદન 

ટીવીની લોકપ્રિય એક્ટ્રેસ શ્વેતા તિવારી (Shweta Tiwari)એ ડોમેસ્ટિક વાયોલન્સ અને પોતાના બીજા લગ્નમાં પણ થયેલી સમસ્યા વિશે મીડિયામાં ખુલીને વાત કરી છે.

શ્વેતા તિવારીના બીજા લગ્નમાં પણ મોટી ગડબડ, આપી દીધું બોલ્ડ નિવેદન 

નવી દિલ્હી : ટીવીની લોકપ્રિય એક્ટ્રેસ શ્વેતા તિવારી (Shweta Tiwari)એ ડોમેસ્ટિક વાયોલન્સ અને પોતાના બીજા લગ્નમાં પણ થયેલી સમસ્યા વિશે મીડિયામાં ખુલીને વાત કરી છે. મુંબઈમાં એક કાર્યક્રમ દરમિયાન શ્વેતાએ કહ્યું કે તે એવા લોકોને જવાબ આપવા માગે છે જે તેમના સંબંધો વિશે વાત કરે છે. શ્વેતાએ સ્પષ્ટતા કરી છે કે તે લોકોની વાતો સાંભળીને નિર્ણય નથી કરતી. લોકો મારી પર્સનલ લાઇફ પર કમેન્ટ કરે છે આના તો બીજા લગ્નમાં પણ સમસ્યા થઈ ગઈ. મારો જવાબ છે કે એવું ક્યાં લખીને આપ્યું છે કે બીજા લગ્નમાં સમસ્યા ન થઈ શકે. મારામાં હિંમત છે એટલે હું આ વિશે ખુલીને વાત કરું છું. હું એ જ નિર્ણય લઉં છે જે મારા માટે, મારા બાળકો માટે અને મારા પરિવાર માટે યોગ્ય હોય. 

fallbacks

શ્વેતાએ પોતાની લાગણી વ્યક્ત કરતા કહ્યું છે કે ''હું મારા બાળકોની સુખાકારી માટે યોગ્ય હશે એ નિર્ણય જ લઈશ. મારા લગ્નજીવનમાં સમસ્યા છે તો શું? એમાં મોટી વાત નથી પણ હું આવી વ્યક્તિ સાથે નહીં રહી શકું એ કહેવાની મારામાં હિંમત છે. આપણે આપણી આસપાસ એવા અનેક લોકો જોઈએ છીએ જે પરિણીત હોવા છતાં ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ રાખતા હોય. સંબંધોમાં આવી સમસ્યા હોય એના કરતા સ્પષ્ટ રહેવું વધારે યોગ્ય છે. ખોટી વસ્તુને સહન કરવી અયોગ્ય છે. જે મહિલાઓ બીજી વારના લગ્નમાં પણ ખોટા સંબંધનો ભોગ બની છે એના માટે હું એક પ્લેટફોર્મ તૈયાર કરી રહી છું.  હું લોકો કરત વધારે મારા બાળકો માટે વિચારું છું.''

નોંધનીય છે કે શ્વેતા તિવારીના પહેલા લગ્ન રાજા ચૌધરી સાથે થયા હતા અને તેમને એક દીકરી પલક પણ છે. જોકે તેમના ડિવોર્સ પછી શ્વેતાએ અભિનવ કોહલી સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન પછી તેને રેયાંશ નામનો દીકરો પણ થયો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

બોલિવૂડના સમાચાર જાણવા કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More