Home> Entertainment
Advertisement
Prev
Next

લો બોલો! આ હીરોઈને પોતાની પુત્રીને કહ્યું કે, હરવા-ફરવાનો વાંધો નથી, પણ ક્યારેય ન કરતી કોઈની સાથે લગ્ન!

જાણીતી ટીવી એકટ્રેસ અને બીગ બોસ શો ની વિનર રહી ચૂકેલી શ્વેતા તિવારીના એક નિવેદન બાદ હાલ તો ખુબ ચર્ચામાં આવી ગઈ છે. 

લો બોલો! આ હીરોઈને પોતાની પુત્રીને કહ્યું કે, હરવા-ફરવાનો વાંધો નથી, પણ ક્યારેય ન કરતી કોઈની સાથે લગ્ન!

નવી દિલ્હીઃ દરેક માતા-પિતાનું સપનું હોય છેકે, તેમની લાડકવાળી દિકરીના ધામધૂમથી સારી જગ્યા લગ્ન થાય. દિકરીને સારો જીવનસાથી મળે જે તેને હંમેશા ખુશ રાખે. દરેક માતા-પિતા એવું ઈચ્છતા હોય છેકે, કેમની લાડલીને પરણાવીને તેનો સુખી સંસાર જોવે. ત્યારે જાણીતી અભિનેત્રી શ્વેતા તિવારીએ પોતાની પુત્રી વિશે એવું નિવેદન આપ્યુંકે, સૌ કોઈ અચરજમાં મુકાઈ ગયાં. શ્વેતા તિવારીએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યુંકે, તે નથી ઈચ્છતી કે તેની પુત્રી પલકના લગ્ન થાય. તે હંમેશા પલકને લગ્ન ન કરવાની જ સલાહ આપે છે. તેની ઈચ્છા નથી કે, પલકના લગ્ન થાય અને પછી તે પાછળથી દુખી થાય.

fallbacks

ઉલ્લેખનીય છેકે, શ્વેતા તિવારી એક પોપ્યુલર ટીવી એક્ટ્રેસ છે. તે છેલ્લે શો મેરે ડેડ કી મારુતિમાં જોવા મળી હતી. ટીવી સ્ટાર શ્વેતા તિવારીએ તેના લેટેસ્ટ ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો છે કે તેના બે અસફળ લગ્નો પછી, તે હવે તેની પુત્રી પલક તિવારી લગ્ન કરે તેવું ઇચ્છતી નથી. બે વર્ષના બ્રેક પછી, હવે શ્વેતા નોન-ફિક્શન શો મૈં હૂં અપરાજિતા સાથે કમબેક કરી રહી છે. આ શો એક મહિલાની આસપાસ ફરે છે જેણે પોતાની ત્રણ દીકરીઓને એકલા હાથે ઉછેરી છે. આ શોની જેમ આ એક્ટ્રેસ રિયલ લાઈફમાં પણ સિંગલ મધર રહી છે. શો વિશે આપેલા એક ઈન્ટરવ્યુ દરમિયાન શ્વેતાએ પોતાની પર્સનલ લાઈફ વિશે પણ વાત કરી અને કહ્યું કે કેવી રીતે બે અસફળ લગ્ન પછી લગ્ન વિશેની તેની વિચારસરણી બદલાઈ ગઈ છે.

શ્વેતા તિવારીએ જણાવ્યુંકે, “એવું કહેવાય છે કે દરેક લગ્ન ખરાબ નથી હોતા. મારા ઘણા મિત્રો છે જેઓ સુખી લગ્ન જીવન જીવી રહ્યા છે અને હું તેમના માટે ખુશ છું. પરંતુ મેં મારા કેટલાક મિત્રોને લગ્નમાં સમાધાન કરતા પણ જોયા છે, જે તેમના માટે અથવા તેમના બાળકો માટે સારું નથી. તેથી, હું મારી પુત્રીને કહેવા માંગુ છું કે તેણીને જેનાથી ખુશી થાય તે કરવું જોઈએ, પરંતુ સામાજિક દબાણ હેઠળ કોઈ પણ કામ ન કરો. તમે આ વસ્તુને જવા નહીં દઈ શકો કારણ કે જે હવે યોગ્ય નથી, તે ત્યારે પણ યોગ્ય ન હતું. અને વધુ ખરાબ થઈ શકે છે.

જ્યારે શ્વેતા તિવારીને આજના સમયમાં લગ્ન વિશેના તેના વિચારો વિશે પૂછવામાં આવ્યું ત્યારે એક્ટ્રેસે આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે તે લગ્નમાં વિશ્વાસ નથી કરતી. તે તેની પુત્રીને પણ લગ્ન કરવાની ના પાડે છે. એક્ટ્રેસએ કહ્યું, “હું લગ્નમાં માનતી નથી. હું મારી પુત્રીને લગ્ન ન કરવા માટે પણ કહું છું. તે તેનું જીવન છે અને હું તેને કેવી રીતે જીવવું તે હું આદેશ આપતી નથી, પરંતુ હું ઇચ્છું છું કે તે પહેલાં તેણે કાળજીપૂર્વક વિચારવું જોઈએ અને નિર્ણય લેવો જોઈએ. તમે રિલેશનશિપમાં છો એટલા માટે તેને લગ્નમાં બદલવાની જરૂર નથી. લગ્ન જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે અને લગ્ન વિના જીવન કેવી રીતે ચાલશે તે ન હોવું જોઈએ.”

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More