Home> Entertainment
Advertisement
Prev
Next

hum tum and them: શ્વેતા તિવારીનું બીજીવાર ડિવોર્સ મામલે મોટું નિવેદન, કહ્યું કે...

Shweta Tiwari Web Series Hum Tum and Them: એક્ટ્રેસ શ્વેતા તિવારી (Shweta Tiwari) હાલમાં પોતાની વેબસિરીઝ 'હમ તુમ ઔર ધેમ' મામલે ચર્ચામાં છે કારણ કે શ્વેતા પોતાની કરિયરમાં પહેલીવાર ઇન્ટિમેટ સીન કરી રહી છે. આ સિરીઝમાં શ્વેતા સાથે અક્ષય ઓબેરોયની જોડી છે. 

hum tum and them: શ્વેતા તિવારીનું બીજીવાર ડિવોર્સ મામલે મોટું નિવેદન, કહ્યું કે...

નવી દિલ્હી : એક્ટ્રેસ શ્વેતા તિવારી (Shweta Tiwari) હાલમાં પોતાની વેબસિરીઝ 'હમ તુમ ઔર ધેમ' મામલે ચર્ચામાં છે કારણ કે શ્વેતા પોતાની કરિયરમાં પહેલીવાર ઇન્ટિમેટ સીન કરી રહી છે. આ સિરીઝમાં શ્વેતા સાથે અક્ષય ઓબેરોયની જોડી છે. 

fallbacks

ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી છેલ્લા થોડા સમયથી પર્સનલ લાઈફના કારણે ચર્ચામાં છે. શ્વેતા તિવારીના પહેલા લગ્ન રાજા ચૌધરી સાથે થયા હતા અને તેમને એક દીકરી પલક પણ છે. જોકે તેમના ડિવોર્સ પછી શ્વેતાએ અભિનવ કોહલી સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન પછી તેને રેયાંશ નામનો દીકરો પણ થયો છે. બીજા પતિ અભિનવ કોહલી સાથે બગડેલા સંબંધોએ શ્વેતાના જીવનમાં ઊથલપાથલ મચાવી છે. એક્ટ્રેસ અભિનવ સામે ઘરેલુ હિંસાનો કેસ દાખલ કરાવ્યો છે અને ડિવોર્સ લેવાની છે.

હવે એક્ટ્રેસે બીજા પતિ સાથે થયેલા વિવાદ પર ખુલીને જવાબ આપ્યો છે. એક ઈન્ટરવ્યૂમાં શ્વેતાએ તેના ડિવોર્સ વિશે ખુલીને વાત કરી છે. શ્વેતાએ કહ્યું, “આ તબક્કામાં મારી દીકરી પલકે મારું ધ્યાન રાખ્યું. મારા પરિવારે પાંચ વર્ષમાં ફક્ત એક જ વખત મારા ખબરઅંતર પૂછ્યા છે. લોકો માટે કહેવું ખૂબ સરળ હોય છે કે વાંક યુવતીનો જ હશે અથવા તો સ્ત્રીમાં જ ખામી હશે. મારું કરિયર ટોચ પર હતી ત્યારે મેં લગ્ન કર્યા હતા.

આ સમયે લોકોએ કહ્યું હતું કે મારી કરિયરનો અંત થઈ ગયો છે પણ મેં લોકોના વિચારોને મારા ચિંતાનો વિષય નથી બનાવ્યા. મેં મારી ચિંતા કરી. મારા બાળકો વિશે વિચાર્યું. હું એક મા છું. મારે મારા દીકરી અને દીકરાનો ઉછેર કરાવાનો છે. ઘર ચલાવવાનું છે એટલે જ હું ભાંગી પડું તે ના ચાલે. મારી દીકરી પલકે માતાની જેમ મારું ધ્યાન રાખ્યું છે.”

કાજોલે માર્યો મોટો લોચો, પુરાવો શૂટ થયો Videoમાં 

શ્વેતાએ પોતાની લાગણી વ્યક્ત કરતા કહ્યું છે કે ''હું મારા બાળકોની સુખાકારી માટે યોગ્ય હશે એ નિર્ણય જ લઈશ. મારા લગ્નજીવનમાં સમસ્યા છે તો શું? એમાં મોટી વાત નથી પણ હું આવી વ્યક્તિ સાથે નહીં રહી શકું એ કહેવાની મારામાં હિંમત છે. આપણે આપણી આસપાસ એવા અનેક લોકો જોઈએ છીએ જે પરિણીત હોવા છતાં ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ રાખતા હોય. સંબંધોમાં આવી સમસ્યા હોય એના કરતા સ્પષ્ટ રહેવું વધારે યોગ્ય છે.

ખોટી વસ્તુને સહન કરવી અયોગ્ય છે. જે મહિલાઓ બીજી વારના લગ્નમાં પણ ખોટા સંબંધનો ભોગ બની છે એના માટે હું એક પ્લેટફોર્મ તૈયાર કરી રહી છું.  હું લોકો કરતા વધારે મારા બાળકો માટે વિચારું છું.''

જોન અબ્રાહમના લગ્નની લિવ ઇન પાર્ટનર રહેલી બિપાશાને નહોતી આવી ગંધ! ગજબની ફિલ્મી રિયલ સ્ટોરી

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

બોલિવૂડના સમાચાર જાણવા કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More