મુંબઈઃ Sidharth Kiara Live in Together before Marriage: બોલીવુડના સ્ટાર અને રોમેન્ટિક કપલની વાત કરીએ તો સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીનું નામ જરૂર આવે છે. સિદ્ધાર્થ અને કિયારાએ સત્તાવાર રીતે તો સ્વીકાર્યું નથી કે બંને એકબીજાને ડેટ કરી રહ્યાં છે પરંતુ આ વાત બધા જાણે છે. લેટેસ્ટ મીડિયા રિપોર્ટ્સનું કહેવું છે કે સિદ્ધાર્થ અને કિયારા જલદી લગ્નના બંધનમાં બંધાઈ શકે છે. બંને 2023માં લગ્ન કરવાના છે. હવે નવા સમાચાર પ્રમાણે આ કપલે એક મોટો નિર્ણય કર્યો છે, જેણે ફેન્સને ચોંકાવી દીધા છે.
લગ્નના સમાચારો વચ્ચે કિયારા-સિદ્ધાર્થે લીધો મોટો નિર્ણય!
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ, મીડિયા રિપોર્ટ પ્રમાણે લગ્નના સમાચારો વચ્ચે એક મોટો નિર્ણય લીધો છે. કહેવામાં આવી રહ્યું છે કે આગામી વર્ષે લગ્ન પહેલા આ કપલે એક સાથે રહેવા એટલે કે લિવ-ઇન રિલેશનશિપમાં રહેવાનો નિર્ણય લીધો છે. અહેવાલમાં કહેવામાં આવી રહ્યું છે કે સિદ્ધાર્થ અને કિયારા એક ઘર શોધી રહ્યાં છે અને તેને સારૂ ઘર નહીં મળે તો કિયારા સિદ્ધાર્થના બાંદ્વા સ્થિત ઘરમાં શિફ્ટ થઈ શકે છે.
આ પણ વાંચોઃ Shammi Kapoor Birthday: 150 રૂપિયાના પગારથી શરૂ થયેલી શમ્મી કપૂરની ફિલ્મી સફર
ફેન્સ માટે ચોંકાવનારા સમાચાર!
આ સમાચાર વચ્ચે ફેન્સ ચોંકી ગયા છે, તેને આ સમાચારની આશા નહોતી. નોંધનીય છે કે સિદ્ધાર્થની એક્સ ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટ પણ પોતાના પતિ રણબીર કપૂરની સાથે લગ્ન પહેલા લિવ-ઇનમાં રહી ચુકી છે. તમને જણાવી દઈએ કે આ સમાચારની સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચા થઈ રહી છે. પરંતુ સિદ્ધાર્થ અને કિયારા તરફથી આ અહેવાલ પર કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે