Home> Entertainment
Advertisement
Prev
Next

કિયારા અડવાણીને મળી એક મોટી ભેટ, સિદ્ધાર્થ મલ્હોત્રાની સાથે આ ફિલ્મમાં આવશે નજર!

હાલમાં બોલીવુડના નવા ચહેરા માટે કંઇક વધુ સારો સમય ચાલી રહ્યો છે. આ મામલે કિરાયા અડવાણી એકદમ પરફેક્ટ ઉદાહરણ છે. જ્યાં કિયારાએ ગત અઠવાડિયે અક્ષય કુમાર સાથે 'લક્ષ્મી બોમ્બ'ની શૂટિંગ શરૂ કર્યું તો બીજી તરફ સમાચાર આવી રહ્યા છે કે હવે તેમની સાથે કરણ જોહરની એક મોટી ફિલ્મ લાગી છે. જી હાં! કિયારા હવે કરણ જોહરના ધર્મા પ્રોડક્શન હેઠળ બની રહેલી 'શેરશાહ'માં જોવા મળશે. 

કિયારા અડવાણીને મળી એક મોટી ભેટ, સિદ્ધાર્થ મલ્હોત્રાની સાથે આ ફિલ્મમાં આવશે નજર!

નવી દિલ્હી: હાલમાં બોલીવુડના નવા ચહેરા માટે કંઇક વધુ સારો સમય ચાલી રહ્યો છે. આ મામલે કિરાયા અડવાણી એકદમ પરફેક્ટ ઉદાહરણ છે. જ્યાં કિયારાએ ગત અઠવાડિયે અક્ષય કુમાર સાથે 'લક્ષ્મી બોમ્બ'ની શૂટિંગ શરૂ કર્યું તો બીજી તરફ સમાચાર આવી રહ્યા છે કે હવે તેમની સાથે કરણ જોહરની એક મોટી ફિલ્મ લાગી છે. જી હાં! કિયારા હવે કરણ જોહરના ધર્મા પ્રોડક્શન હેઠળ બની રહેલી 'શેરશાહ'માં જોવા મળશે. 

fallbacks

આ ફિલ્મ સત્ય જીવન પર આધારિત ફિલ્મમાં કિયારા અડવાણી સિદ્ધાર્થ મલ્હોત્રાના અપોઝિટ જોવા મળશે. એનાલિસ્ટ તરણ આદર્શે પોતાની સોશિયલ મીડિયા વોલ પર આ ફિલ્મ વિશે જાણકારી શેર કરી છે. જ્યાં તરણે જણાવ્યું કે વિક્રમ બત્રાના જીવન પર આધારિત આ ફિલ્મનું નામ 'શેરશાહ' છે. જેમાં કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાની જોવા મળશે. જુઓ આ ટ્વિટ...

તમને જણાવી દઇએ કે ફિલ્મ કારગીલ યુદ્ધના દરમિયાન હીરો બનીને દેશ માતે જીવના જોખમે યુદ્ધ લડનાર એક ફૌજીની કહાની છે. સિદ્ધાર્થ મલ્હોત્રા કારગીલ યુદ્ધના વિક્રમ બત્રાનું પાત્ર ભજવે છે. કહે છે કે ભારતીય સેનાના જાંબાજ સિપાહી વિક્રમ બત્રાના નામની દહેશત દુશ્મનની સેના પણ હતી. એટલું જ નહી તેમણે દુશ્મન 'શેરશાહ'ના નામથી બોલાવતા હતા. કદાચ એટલા માટે જ આ ફિલ્મ માટે તેનાથી સારું નામ ન મળ્યું. આ ફિલ્મના ડાયરેક્ટર વિષ્ણુ વરધાન હશે. બધા કાસ્ટની જાહેરાત બાદ લાગી રહ્યું છે કે આ ફિલ્મનું શૂટિંગ પણ જલદી જ શરૂ થવાનું છે. 
fallbacks

અત્રે ઉલ્લેખનીય છે કે આ ફિલ્મના પહેલા 'અય્યારી'માં પણ સિદ્ધાર્થ મલ્હોત્રા સેનાની વરદીમાં જોવા મળી ચૂક્યા છે. તો બીજી તરફ કિઆરાની વાત કરીએ તો પહેલાં કિયારાએ અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ 'ગુડ ન્યૂઝ'નું શૂટિંગ પુરૂ કરી લીધું છે. તો બીજી તરફ ગત અઠવાડિયે અક્ષય કુમારની આગામી ફિલ્મ 'કંચના'ની હિંદી રીમેક 'લક્ષી બોમ્બ'માં પણ એન્ટ્રીની જાણકારી આપવામાં આવી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More