Sidharth Kiara Wedding Photos: બોલીવુડ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને અભિનેત્રી કિયારા અડવાણી આજે લગ્નના તાંતણે બંધાવવા જઈ રહ્યા છે. જૈસલમેરનો સૂર્યગઢ પેલેસ દુલ્હનની જેમ સજાવવામાં આવ્યો છે. પ્રાઈવસીનું ધ્યાન રાખતા મહેમાનો અને સ્ટાફના ફોન પર બેક કવર પણ લગાવવામાં આવ્યા છે જેથી કરીને કેમેરા ઢાંકી શકાય. 125 મહેમાનોની હાજરીમાં સિદ્ધાર્થ અને કિયારા પોતાના સંબંધને આજે એક નવું નામ આપવા જઈ રહ્યા છે. રોયલ અંદાજમાં થઈ રહેલા આ લગ્નમાં 10 દેશોની 100થી વધુ ચટાકેદાર ડીશ મહેમાનોને સર્વ કરાશે. સોમવાર સુધીમાં આ કિલ્લામાં પીઠી, મહેંદી અને સંગીત સેરેમની થઈ ગયા. હવે આજે બંને સાત ફેરા ફરશે.
જાનની તસવીર સામે આવી
ગુલાબી અને સફેદ કપડામાં જાન સૂર્યગઢ પહોંચી તેનો એક ફોટો પણ સામે આવ્યો છે. છત્રીઓને ફૂલથી સજાવવામાં આવી છે.
કિલ્લામાં પ્રવેશતા બેન્ડબાજા
સજાવટ કરાયેલી છત્રીઓ સાથે બેન્ડબાજાવાળા કિલ્લામાં પ્રવેશ કરી રહ્યા છે.
લીક થયો ઈનસાઈડ વીડિયો
જૈસલમેરના સૂર્યગઢ પેલેસનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને કેટલાક લોકો જૂનો કહી રહ્યા છે જ્યારે કેટલાક લોકો કહે છે કે આ વીડિયો અત્યારનો છે. હાલ આ વીડિયોમાં સૂર્યગઢ પેલેસ દુલ્હનની જેમ સજેલું જોવા મળે છે. પેલેસની અંદર ખુશાલીનો માહોલ છે. રાજસ્થાનના પરંપરાગત કપડાંમાં મહિલાઓ લોકગીત પર ડાન્સ કરતી જોવા મળે છે.
આવો હશે મંડપ?
આ અગાઉ સોશિયલ મીડિયા પર સિદ્ધાર્થ અને કિયારાના લગ્નના મંડપનો ઉલ્લેખ કરીને એક ફોટો પણ વાયરલ થયો છે. આ મંડપ પીળા કલરના ફૂલોથી સજાવેલો જોવા મળી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ સિદ્ધાર્થ અને કિયારા બપોરે 2થી 4 વાગ્યાની વચ્ચે ફેરા ફરશે. લગ્ન બાદ ગ્રાન્ડ રિસેપ્શન કરશે એવું પણ કહેવાય છે. એક રિસેપ્શન 9 ફેબ્રુઆરીએ અને બીજુ રિસેપ્શન 12 ફેબ્રુઆરીએ કરવામાં આવશે. લોકેશન દિલ્હી અને મુંબઈ રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે