Home> Entertainment
Advertisement
Prev
Next

Sidharth Shukla Dies: મૃત્યુ પહેલાં સિદ્ધાર્થ શુક્લાએ કરેલી Last Insagram Post જોશો તો હચમચી જશો!

જાણીતા અભિનેતા અને બિગ બોસ સિઝન-13 ના વિજેતા સિદ્ધાર્થ શુક્લાનું નિધન થયું હોવાના સમાચાર સામે આવ્યાં છે. આજે સવારે મુંબઈની હોસ્પિટલમાં સિદ્ધાર્થ શુકલાનું સારવાર દરમિયાન અવસાન થયું છે. 40 વર્ષની વયે નાની વયે સિદ્ધાર્થ શુકલાના અવસાનથી હાલ તેમના ચાહકોમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. 

Sidharth Shukla Dies: મૃત્યુ પહેલાં સિદ્ધાર્થ શુક્લાએ કરેલી Last Insagram Post જોશો તો હચમચી જશો!

નવી દિલ્લીઃ બિગ બોસ 13ના વિજેતા સિદ્ધાર્થ શુક્લાનું 40 વર્ષની વયે ગુરુવારે હૃદયરોગના હુમલાથી નિધન થયું. સિદ્ધાર્થ શુક્લાના મૃત્યુથી દરેકને આઘાત લાગ્યો છે અને આ દરમિયાન તેના ઈન્સ્ટાગ્રામની છેલ્લી પોસ્ટ (Sidharth Shukla Last Instagram Post) વધુને વધુ વાયરલ થઈ રહી છે, જેમાં તેણે પોતાનો ફોટો શેર કરીને ફ્રન્ટલાઈન કામદારોનો આભાર માન્યો છે.

fallbacks

અભિનેતા સિદ્ધાર્થ શુક્લાનું 40 વર્ષની વયે નિધન, મોતનું કારણ જાણીને તમે પણ ચોંકી જશો
 

સિદ્ધાર્થ શુક્લાની છેલ્લી ઈન્સ્ટાગ્રામ પોસ્ટ:
સિદ્ધાર્થ શુક્લાએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, 'તમામ ફ્રન્ટલાઈન કામદારોનો હૃદયપૂર્વક આભાર! તમે તમારું જીવન જોખમમાં મૂકો છો, અસંખ્ય કલાકો કામ કરો છો, અને એવા દર્દીઓને દિલાસો આપો છો જેઓ તેમના પરિવારો સાથે ના હોઈ શક્તા. તમે ખરેખર બહાદુર છો! આગળની લાઈન પર રહેવું સરળ નથી, પરંતુ અમે તમારા પ્રયત્નોની ખરેખર પ્રશંસા કરીએ છીએ. #MumbaiDiaryOnPrime સફેદ ટોપી, નર્સિંગ સ્ટાફ અને તેમના અસંખ્ય બલિદાનમાં આ સુપરહીરોને શ્રદ્ધાંજલિ છે.

Sidharth Shukla તેની માતાની ખૂબ નજીક હતો, એક્ટરના નિધનથી પરિવારમાં શોકનો માહોલ

12 ડિસેમ્બર, 1980ના રોજ થયો હતો સિદ્ધાર્થ શુક્લાનો જન્મ. અભિનેતા સિદ્ધાર્થ શુક્લા ટીવી ઈન્ડસ્ટ્રીનું મોટું નામ હતું. સિદ્ધાર્થ શુક્લા સીરિયલ 'બાલિકા વધૂ'ને લીધે ઘરે ઘરે લોકપ્રિય થયા હતા. સિદ્ધાર્થે મોડેલિંગથી પોતાની કરિઅરની શરૂઆત કરી હતી. ત્યારે બાદ સિદ્ધાર્થ ટીવીના પડદા પર અલગ અલગ સીરિયલ્સમાં કામ કરીને ધીરે ધીરે ઈન્ડસ્ટ્રીમાં છવાઈ ગયા. વર્ષ 2014માં સિદ્ધાર્થ શુક્લા 'હંપ્ટી શર્મા કી દુલ્હનિયા' ફિલ્મમાં પણ જોવા મળ્યાં હતાં. સિદ્ધાર્થ શુક્લાએ 'બિગ બોસ 13'ની સિઝન જીતી હતી. એટલું જ નહીં 'બિગ બોસ' જીત્યા બાદ મ્યૂઝિક વીડિયોમાં જોવા મળ્યા હતા સિદ્ધાર્થ શુક્લા. શોના હોસ્ટ સલમાન ખાન સાથે પણ સિદ્ધાર્થને સારી એવી ટ્યુનિંગ રહી છે. આ ઉપરાંત સિદ્ધાર્થે 'ખતરો કે ખિલાડી 7'શો જીત્યો હતો.

Imran Khan એ કેમ ઝૂકાવ્યો પાકિસ્તાનનો ઝંડો? કારણ જાણીને તમે પણ ચોંકી જશો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More