Home> Entertainment
Advertisement
Prev
Next

SidNaaz ના અંતિમ વીડિયોના પોસ્ટર પર ભડક્યા લોકો, તૂટ્યા દર્શકોના દિલ

દિવંગત એક્ટર સિદ્ધાર્થ શુક્લા (Sidharth Shukla) આજે આપણી વચ્ચે નથી. પરંતુ તેમની સુંદર યાદગીરી હજી પણ છે. બિગબોસ 13 માં તેમની અને શહનાઝ ગિલ (Shehnaaz Gill) ના બોન્ડિંગે સૌનુ દિલ જીતી લીધુ હતું. શો બાદ પણ આ બંને હંમેશા એકબીજા સાથે રહ્યા હતા, તેમના અફેરની ચર્ચા જોરમાં હતી. 2 સપ્ટેમ્બરના રોજ સિદ્ધાર્થ ચોપરાના અચાનક નિધનથી તેમના ફેન્સ સદમામાં આવી ગયા છે. તો શહનાઝ ગિલ પૂરી રીતે તૂટી ગઈ છે. 

SidNaaz ના અંતિમ વીડિયોના પોસ્ટર પર ભડક્યા લોકો, તૂટ્યા દર્શકોના દિલ

ઝી મીડિયા/બ્યૂરો :દિવંગત એક્ટર સિદ્ધાર્થ શુક્લા (Sidharth Shukla) આજે આપણી વચ્ચે નથી. પરંતુ તેમની સુંદર યાદગીરી હજી પણ છે. બિગબોસ 13 માં તેમની અને શહનાઝ ગિલ (Shehnaaz Gill) ના બોન્ડિંગે સૌનુ દિલ જીતી લીધુ હતું. શો બાદ પણ આ બંને હંમેશા એકબીજા સાથે રહ્યા હતા, તેમના અફેરની ચર્ચા જોરમાં હતી. 2 સપ્ટેમ્બરના રોજ સિદ્ધાર્થ ચોપરાના અચાનક નિધનથી તેમના ફેન્સ સદમામાં આવી ગયા છે. તો શહનાઝ ગિલ પૂરી રીતે તૂટી ગઈ છે. 

fallbacks

પોસ્ટર થયુ રિલીઝ
સિદ્ધાર્થ શુક્લાના નિધન પહેલા તેમના અને શહનાઝ વચ્ચે એક ગીત શૂટ કરાયુ હતું. જેનુ પોસ્ટર હવે રિલીઝ કરવામાં આવ્યું છે. ફેન્સ આતુરતાથી આ ગીતની રાહ જોઈ રહ્યા હતા. હવે જ્યારે આ ગીતનું પોસ્ટર સામે આવ્યુ છે, તો સિડનાઝના ફેન્સમાં ઉસ્તુકતા વધી ગઈ છે. તો બીજી તરફ તેમના ચાહકો ભડકી ગયા છે.  

આ પણ વાંચો : 80 વર્ષની ઢળતી ઉંમરે દાદાને જવાની ચઢી, બહારથી મહિલાઓ બોલાવીને મોજ કરતા, પત્નીએ હેલ્પલાઈનમાં મદદ માંગી

ટાઈટલ પર લોકો ભડક્યા
હકીકતમાં, આ ગીતને અધૂરુ ટાઈટલ આપવામાં આવ્યુ છે. આ ટેગલાઈનમાં લખ્યુ છે કે, ‘એક અધૂરુ ગીત, એક અધૂરી કહાની...’

હવે આ પોસ્ટરને જોઈને સિડનાઝના ફેન્સ નારાજ થયા છે. ઉલ્લેખનીય છે કે, ગીતનું નામ પહેલા હેબિટ રાખવામાં આવ્યુ હતું. પરંતુ સિદ્ધાર્થના નિધન બાદ તેને બદલીને અધૂરા રાખવામાં આવ્યુ છે. જેનાથી તેમના ફેન્સ નારાજ થયા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More