Home> Entertainment
Advertisement
Prev
Next

Sidhu Moosewala ની માતા ચરણ કૌરે 58 વર્ષની ઉંમરે પુત્રને આપ્યો જન્મ, શેર કર્યો Photo

Sidhu Moosewala: સિદ્ધૂ મૂસેવાલાના પિતા સરદાર બલકૌરે એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ તસવીરમાં તેમના હાથમાં ન્યુલી બોર્ન બેબી જોવા મળે છે. આ તસવીરના કેપ્શનમાં સિદ્ધૂ મૂસેવાલાના પિતાએ લખ્યું છે કે સિદ્ધૂ મૂસેવાલાનો નાનો ભાઈ આવ્યો છે. 

Sidhu Moosewala ની માતા ચરણ કૌરે 58 વર્ષની ઉંમરે પુત્રને આપ્યો જન્મ, શેર કર્યો Photo

Sidhu Moosewala: દિવંગત પંજાબી સિંગર સિદ્ધૂ મૂસેવાલાની માતા ચરણ કૌરની પ્રેગ્નન્સીની ખબર છેલ્લા ઘણા દિવસથી સોશિયલ મીડિયા પર જોરથી ચાલી રહી હતી. ત્યારે હવે સિદ્ધૂ મૂસેવાલાના પિતા સરદાર બલકૌરે એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ તસવીરમાં તેમના હાથમાં ન્યુલી બોર્ન બેબી જોવા મળે છે. આ તસવીરના કેપ્શનમાં સિદ્ધૂ મૂસેવાલાના પિતાએ લખ્યું છે કે સિદ્ધૂ મૂસેવાલાનો નાનો ભાઈ આવ્યો છે. 

fallbacks

આ પણ વાંચો:

સિદ્ધૂ મૂસેવાલાના પિતા સરદાર બલકૌર એ રવિવારે સવારે ઈંસ્ટાગ્રામ અકાઉન્ટ પર દીકરાના જન્મની જાણકારી આપી હતી. બલકૌર સિદ્ધુ ફરી એક વાર પિતા બન્યા છે અને તેમની પત્ની ચરણ કૌરે દીકરાને જન્મ આપ્યો છે. ઈંસ્ટાગ્રામ પર જે ફોટો શેર કરવામાં આવ્યો છે તેમાં બલકૌરના ખોળામાં એક નાનકડું બાળક જોવા મળે છે સાથે જ સામે એક કેક રાખેલી છે અને પાછળ સિદ્ધૂ મૂસેવાલાની તસવીર છે. 

રિપોર્ટ અનુસાર સિદ્ધૂ મૂસેવાલાના માતા પિતા આઇવીએફની મદદથી ફરી એકવાર પેરેન્ટ્સ બન્યા છે. સિદ્ધૂ મૂસેવાલા તેમના માતા પિતાનો એકમાત્ર દીકરો હતો. સિદ્ધૂ મૂસેવાલાનું મોત 29 મે 2022 ના રોજ થયું હતું. તેની 24 ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી હતી. આ હત્યાકાંડની જવાબદારી લોરેન્સ બિસ્નોઈએ લીધી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More