Home> Entertainment
Advertisement
Prev
Next

પેટ્રોલ પંપ પર વેચી કોફી, બે વખત કર્યો આપઘાતનો પ્રયાસ, આજે છે કરોડોની માલકિન

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવવા માટે ઘણા અભિનેતાઓ અને અભિનેત્રીઓએ ખુબ મહેનત કરી છે. ઘણા એક્ટરો ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં આવતા પહેલા અલગ-અલગ કામ પણ કરતા હતા. તેમની ફર્શથી અર્શ સુધી પહોંચવાની સફર ખુબ સંઘર્ષ ભરેલી રહી છે.

પેટ્રોલ પંપ પર વેચી કોફી, બે વખત કર્યો આપઘાતનો પ્રયાસ, આજે છે કરોડોની માલકિન

Bollywood News: ગ્લેમરની દુનિયામાં એન્ટ્રી કરતા પહેલા ઘણા બોલીવુડ સ્ટાર્સે ખુદનો અને પરિવારનો ખર્ચ ઉઠાવવા માટે ઘણા પ્રકારના કામ કર્યાં છે. માત્ર હિન્દી જ નહીં પરંતુ સાઉથ ફિલ્મના સુપરસ્ટાર રજનીકાંત એક્ટર બનતા પહેલા બસ કંડક્ટર હતા. જો વાત કરીએ બોલીવુડની તો અક્ષય કુમારે વેટર તો અરશદ વારસીએ સેલ્સમેનનું કામ કર્યું હતું. તો ખુબ ઓછા લોકો જાણે છે કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરતા પહેલા 1974માં અંકુરથી પર્દાપણ કરનાર અભિનેત્રી શબાના આઝમીનું જીવન પણ ખુબ સંઘર્ષપૂર્ણ રહ્યું છે. એક સમય એવો હતો જ્યારે તે પેટ્રોલ પંપ પર કોફી વેચતી હતી, પરંતુ તેના ભાગ્યમાં કંઈક અલગ લખાયેલું હતું. 

fallbacks

એક્ટર બનતા પહેલા વેચી કોફી
કોફી વેચવાથી લઈને આંતરરાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા બનવા સુધી, શબાના આઝમીએ ખુબ લાંબી સફર કાપી છે. હૈદરાબાદમાં જન્મેલા શબાના આઝમી જાણીતા શાર કૈફી આઝમી અને દિગ્ગજ અભિનેત્રી શૌકત આઝમીના પુત્રી છે. તેમણે મુંબઈની ક્વીન મેરી સ્કૂલથી પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો અને સેન્ટ ઝેવિયર્સ કોલેજથી સાયકોલોજીમાં સ્નાતક કર્યું. બાદમાં તેમણે પુણેની ફિલ્મ એન્ડ ટેલીવિઝન ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયા (FTII)માં અભિનય શીખવા માટે સ્કૂલમાં પ્રવેશ લીધો હતો. શબાના આઝમીના માતા શૌકતનું 2019માં નિધન થઈ ગયું હતું. શબાનાના માતાએ પોતાની ઓટોબાયોગ્રાફી 'કેફ એન્ડ આઈઃ એ મેમોયર' માં આ વાતનો ખુલાસો કર્યો હતો કે તેની પુત્રી એક સંપન્ન પરિવારમાંથી હોવા છતાં 30 રૂપિયા કમાવા માટે પેટ્રોલ પંપ પર કોફી વેચતી હતી. તે પોતાના કોલેજના સમયથી પરિવારની આર્થિક મદદ કરવા ઈચ્છતી હતી. 

આ પણ વાંચોઃ આ વર્ષની સૌથી ડરામણી ફિલ્મ...જેને જોઈ ઉડી જશે હોશ, OTT પર ખૂબ જ થઈ ફેમસ

જ્યારે શબાના આઝમીએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ
બાળપણમાં શબાના આઝમીએ બે વખત આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. તેના માતા શૌકતે પોતાની ઓટોબાયોગ્રાફીમાં આ ઘટના વિશે ખુલાસો કર્યો હતો કે શબાનાએ એક વખત સ્કૂલની લેબમાં કોપર સલ્ફેટ પી લીધું હતું. તે સમયે તેની મિત્રએ તેને બચાવી હતી. અભિનેત્રીએ આટલું મોટું પગલું એટલા માટે ભર્યું કારણ કે તેને લાગ્યું કે તેના માતા તેના નાના ભાઈને વધુ પ્રેમ કરે છે, તેથી ગુસ્સામાં તેણે પોતાનો જીવ આપવાનો પ્રયાસ કર્યો હતો. બીજીવાર શબાનાને તેના માતા ખિજાયા તો તેણે ટ્રેનની સામે આવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સ્કૂલના ચોકીદારે તેને બચાવી લીધી હતી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More