Home> Entertainment
Advertisement
Prev
Next

Sushmita Sen Life: ક્યારેક 'હોમ બ્રેકર' તો ક્યારેક 'મેન ઇટર', જાણો આ આરોપો પર શું કહે છે સુષ્મિતા સેન

Sushmita Sen Story: પૂર્વ વિશ્વ સુંદરી સુષ્મિતા સેન તેના ફિલ્મી કરિયરથી વધારે પર્સનલ લાઈફ માટે ચર્ચામાં આવી રહી છે. તેના જમાનાની ભાગ્યે જ કોઈ અભિનેત્રી હશે, જેનું નામ ડઝનથી વધુ પ્રેમપ્રકરણોમાં આવ્યું હશે.

Sushmita Sen Life: ક્યારેક 'હોમ બ્રેકર' તો ક્યારેક 'મેન ઇટર', જાણો આ આરોપો પર શું કહે છે સુષ્મિતા સેન

Sushmita Sen Boy Friends: આઇપીએલના પહેલા ચેરમેન લલિત મોદી સાથે રોમાન્સના સમાચાર સાથે સુષ્મિતા સેન અચાનક ચર્ચામાં આવી ગઈ છે. ફિલ્મોથી વધારે તેણીની ચર્ચા બોયફ્રેનડ બદલવાને લઇને થઈ રહી છે. એવું નથી કે પૂર્વ વિશ્વ સુંદરીને આ વાત ખબર નથી. મોડલિંગ, સિનેમા અને ક્રિકેટથી લઇને ઉદ્યોગ જગતની મોટી હસ્તિઓના નામ તેની સાથે જોડાઈ ચૂક્યા છે. ક્યારેક તેને લોકોએ હોમ બ્રેકર એટલે કે બીજાના ઘર તોડનારી કહી તો કોઈએ મેન ઇટર પણ કહી છે. પરંતુ સુષ્મિતાએ કોઈની પણ પરવા કર્યા વગર પોતાના અંદાજમાં જીવન જીવી રહી છે અને હંમેશા કહ્યું કે પ્રેમ માટે મારી પાસે સમય છે પરંતુ કોઈ સાથે લગ્ન કરીને હું તેને સમય આપી શકતી નથી. આમ છતાં કેટલીકવાર મીડિયામાં આ વાત પર સુષ્મિતાનું દર્દ પણ છલકાયું છે.

fallbacks

આ વાતો જીવનનું મીઠું છે
મેન ઇટર અને હોમ બ્રેકર કહેવા પર સુષ્મિતાએ કહ્યું છે કે આવી વાતો ક્યારેક ક્યારેક દિલ દુખાડે છે. પરંતુ લોકો મારા વિશે શું કહે છે તેઓ જાણે. મારા હાથમાં કંઇ નથી. મારી સમસ્યાઓ હું જાણું છું. સુષ્મિતા કહે છે કે હું આ વાતોને મહત્વ નથી આપતી કેમ કે તેનાથી મારી મુશ્કેલીઓ વધશે. મારું નુકાસન થશે. લોકો ઘણી વખત એવું વર્તન કરે છે કે તેઓ સાચા છે અને હું ખોટી. મને લાગે છે કે આ વાતો જીવનમાં મીઠા જેવી છે. સુષ્મિતાના આખા કરિયર અને લાઈફની ખુબી એ છે કે તેના જીવનમાં જે પણ થયું, તેણે ક્યારે છુપાવ્યું નથી. આ કારણ છે કે આજે લોકો તેના જીવનમાં આવેલા તમામ બોયફ્રેન્ડના નામ જાણે છે. તેમાંથી કેટલાક સાથે જૂદા થયા પછી પણ સુષ્મિતાની સારી મિત્રતા છે.

હવે સેલિબ્રિટી પણ બની રહ્યા છે ઓનલાઈન ફ્રોડનો શિકાર, એક્ટ્રેસના ખાતામાંથી ઉપડી ગયા પૈસા

કેટલા બોયફ્રેન્ડ છે સુષ્મિતાના
તે પણ સાચું છે કે કેટલાક નામ એવા છે જેને પહેલા કોઈ ઓળખતા નથી અને સુષ્મિતાના બોયફ્રેન્ડ હોવાના કારણે તેઓ ચર્ચામાં આવ્યા. સુષ્મિતાના ડર્ઝનથી વધારે બોયફ્રેન્ડમાં દેશી જ નહીં વિદેશી પણ રહ્યા. એક સમય પાકિસ્તાનના ફાસ્ટ બોલર વસીમ અકરમ અને ભારતીય અમેરિકન હોટમેલના ફાઉન્ટર સબીર ભાટીયા સાથે સુષ્મિતાનું નામ જોડાયું હતું. પરંતુ મોટાભાગે બોયફ્રેન્ડ ભારતીય રહ્યા છે. રોહનમ શોલ, રિતિક ભસીન જેવા નામોથી પહેલા સુષ્મિતા લાંબા સમય સુધી એક્ટર રણદીપ હુડ્ડા સાથે લિવ-ઇન રિલેશનશિપમાં હતી. વિક્રમ ભટ્ટ અને મુદસ્સર અજીજ જેવા ફિલ્મ નિર્દેશક પણ તેના બોયફ્રેન્ડની યાદીમાં છે. ફિલ્મ મેકર માનવ મેનનથી લઇને બિઝનેસમેન ઇમ્તિયાઝ ખત્રી, હોટલિયર સંજય નારંગ, સેલિબ્રિટી મેનેજર બંટી સજદેહ પણ એક સમયે તેના બોયફ્રેન્ડ હતા. જોકે, સુષ્મિતા તેમાંથી કેટલાકને માત્ર તેના સારા મિત્ર ગણાવે છે. પરંતુ મીડિયામાં તેમના નામની ચર્ચા થતી રહી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More