મુંબઈ : ભારતમાં હાલમાં #MeToo કેમ્પેઈનની ખૂબ ચર્ચા પુરજોશમાં ચાલી રહી છે. આ કેમ્પેઈન અંતર્ગત મહિલાઓ પોતાની સાથે થયેલી શારીરિક છેડતી વિશે વાત કરી રહી છે. સલમાન ખાનની એક સમયની ગર્લફ્રેન્ડ સોમી અલીએ પણ #MeToo કેમ્પેઈન હેઠળ પોતાની સાથે થયેલા યૌન શોષણની વાત શેર કરી છે. સોમી અલીએ પોતાની વાત રજૂ કરતા કહ્યું કે, તે જ્યારે પાંચ વર્ષની હતી ત્યારે તેના નોકરે તેનું શોષણ કર્યું હતું.
સની લિયોનીએ ખાસ અંદાજમાં સેલિબ્રેટ કર્યો દીકરીનો જન્મદિવસ, જુઓ PHOTO
કરાચીમાં જન્મેલી સોમી અલી બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાનની એક તબક્કે ગર્લફ્રેન્ડ હતી પણ સોમીના દાવા પ્રમાણે ઐશ્વર્યાને કારણે તેમના સંબંધોનો અંત આવ્યો હતો. સોમી માત્ર સલમાનને મળવા માટે 16 વર્ષની ઉંમરે ભારત આવી હતી. સલમાન અને સોમી 8 વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યાં હતા.
#MeToo : આલોક નાથે હવે વિંતા પર ઠોક્યો માનહાનિનો કેસ, માંગેલી રકમ જાણીને લાગશે આંચકો
સલમાન સાથેના તેના સંબંધો 2002માં પૂરા થઈ ગયા હતા. સોમી પોતાનું અધૂરું ભણતર પૂરું કરવા ફ્લોરિડા જતી રહી હતી. બાદમાં તેણે પોતાનું એક NGO શરૂ કર્યું હતુ જેમાં શારીરિક શોષણનો શિકાર બનેલી મહિલાઓને મદદ કરવામાં આવતી હતી. જ્યારે સોમીને NGO શરૂ કરવા પાછળના હેતુ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે હું પાકિસ્તાનમાં ડોમેસ્ટિક વાયલન્સ વચ્ચે મોટી થઈ છું અને પરિસ્થિતિમાં બદલાવ લાવવા ઇચ્છું છું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે