Home> Entertainment
Advertisement
Prev
Next

Kakuda Trailer: સોનાક્ષી સિંહા-રિતેશ દેશમુખની હોરર કોમેડી ફિલ્મ કકુડાનું ટ્રેલર મચાવી રહ્યું છે ધુમ, તમે જોયું કે નહીં ?

Kakuda Trailer: કાકુડા ફિલ્મમાં રીતેશ દેશમુખ, સોનાક્ષી સિંહા અને સાકિદ સલીમ ધમાલ મચાવતા જોવા મળે છે. આ ફિલ્મ 12 જુલાઈએ રિલીઝ થવા જઈ રહી છે. જોકે આ ફિલ્મ સિનેમાઘરોમાં નહીં પરંતુ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે. 

Kakuda Trailer: સોનાક્ષી સિંહા-રિતેશ દેશમુખની હોરર કોમેડી ફિલ્મ કકુડાનું ટ્રેલર મચાવી રહ્યું છે ધુમ, તમે જોયું કે નહીં ?

Kakuda Trailer: સોનાક્ષી સિંહા અને રિતેશ દેશમુખની હોરર કોમેડી ફિલ્મ કાકુડાનું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. કાકુડા ફિલ્મ સોનાક્ષી સિન્હાની લગ્ન પછી રિલીઝ થતી પહેલી ફિલ્મ હશે. આ ફિલ્મમાં સોનાક્ષી સિંહા સાથે રિતેશ દેશમુખ પહેલીવાર જોવા મળશે. આ ફિલ્મમાં તેમનો સાથ એક્ટર સાકીબ સલીમ પણ આપશે. 

fallbacks

આ પણ વાંચો: Sonakshi Sinha: સોનાક્ષી સિંહા સતત શેર કરી રહી છે હનીમૂનના ફોટો અને વીડિયો, જુઓ

કાકુડા ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવાની સાથે તેની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે. કાકુડા ફિલ્મનું ટ્રેલર પણ રસપ્રદ છે. આ ફિલ્મને પણ આદિત્ય સરપોતદારએ ડાયરેક્ટ કરી છે. મહત્વનું છે કે તેણે ડાયરેક્ટ કરેલી ફિલ્મ મૂંજ્યા થોડા સમય પહેલા રિલીઝ થઈ હતી અને બોક્સ ઓફિસ પર તે બ્લોકબસ્ટર સાબિત થઈ છે. મુંજ્યા પછી ફરી એક વખત આદિત્ય હોરર કોમેડી ફિલ્મ લઈને આવ્યા છે. 

આ પણ વાંચો: શત્રુઘ્ન સિંહાના સ્વાસ્થ્ય અંગે દીકરા લવ એ આપી જાણકારી, જણાવ્યું તબિયત બગડવાનું કારણ

કાકુડા ફિલ્મમાં રીતેશ દેશમુખ, સોનાક્ષી સિંહા અને સાકિદ સલીમ ધમાલ મચાવતા જોવા મળે છે. આ ફિલ્મ 12 જુલાઈએ રિલીઝ થવા જઈ રહી છે. જોકે આ ફિલ્મ સિનેમાઘરોમાં નહીં પરંતુ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે. સોનાક્ષી સિંહા અને રિતેશ દેશમુખની ફિલ્મ કાકુડા 12 જુલાઈથી ઝી5 ઉપર સ્ટ્રીમ થશે. 

સોનાક્ષી સિંહાએ પોતાના સોશિયલ મીડિયા પર તેની અપકમિંગ ફિલ્મનું ટ્રેલર શેર કરી દીધું છે. શેર કર્યાની સાથે જ તેણે કેપ્શનમાં લખ્યું છે કે, રાતોડીનું રહસ્ય ખુલશે. શું છે કાકુડા નો શ્રાપ ? દર મંગળવારે સવા સાત વાગે દરવાજો ખુલ્લો રાખજો કારણ કે કાકુડા આવી રહ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More